તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વટહુકમ:સરકારે કોલેજને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાનો નિર્ણય બદલ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2020માં સરકારે કાયદામાં સુધારો કરીને ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિ.માં જોડવાનો નિર્ણય લીધો હતો

રાજય સરકાર દ્વારા કોઇપણ ગ્રાન્ટેડ કોલેજને હવે ખાનગી યુનિવર્સિટીમાં જોડી શકાશે નહીં, પછી તે કોલેજ જે તે મંડળની હોય અને તે મંડળની જ ખાનગી યુનિવર્સિટી હોય છતા આવી કોલેજને ખાનગી યુનિ.માં જોડી શકાશે નહીં તેવો રાજય સરકારે ગુરુવારે વટહુકમ જાહેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, સુરતની બે ગ્રાન્ટેડ કોલેજોને વીર નર્મદ યુનિવર્સિટીએ ડીએફીલીએશન કરતા અધ્યાપકો-વિદ્યાર્થીઓએ આંદોલન કરતા છેવટે સરકારને કાયદો સુધારવો પડયો છે. પરિણામે રાજયની 356 કોલેજો પર ખાનગી યુનિ.માં જોડાવવાનુંતોળાતું જોખમ દૂર થયું છે.

રાજ્યમાં એક જ કેમ્પસ કે એક જ ટ્રસ્ટ હેઠળ ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજો ચાલે છે. આ ટ્રસ્ટને ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો અપાશે.

અન્ય સમાચારો પણ છે...