સીબીટીડી ચેરમેન તરુણ બજાજનું નિવેદન:રોકાણો પર અપાતી ટેક્સ માફી સરકાર બંધ કરવાની તૈયારીમાં

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નીચા કર દરો અને ઓછા કર લાભો સાથે આવેલી નવી કર વ્યવસ્થા 2020માં રજૂ કરાઈ હતી. કરદાતાઓ હજુ પણ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે જૂની સ્કીમને ચાલુ રાખવાનું પસંદ કરે છે તેવું સીબીટીડી ચેરમેન તરૂણ બજાજે જણાવ્યું હતું.

કેન્દ્રીય બજેટ 2020-21માં સરકારે એક નવી અને સરળ વ્યક્તિગત આવકવેરા વ્યવસ્થા રજૂ કરી હતી. જેમાં વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરાના દરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો, અત્યાર સુધીના કરદાતાઓના ફાઇલ કરેલા રિટર્ન સરકારની નવી સિસ્ટમ પ્રમાણે નહીં પરંતુ જૂની સિસ્ટમ પ્રમાણે ફાઇલ કર્યા હતા. મહેસુલ સચિવ તરૂણ બજાજના મત મુજબ અરજદારો નવી આવકવેરાની પ્રણાલી અપનાવે અને તે માટે પ્રોત્સાહન આપવું અને રોકાણ ઉપરની મળતી કરમાફી ઓછી કરવી જોઇએ. આ માટે નજીકમાં સરકાર દ્વારા પગલાં લેવામાં આવશે.

આમ છેલ્લા 75 વર્ષથી ચાલી આવતી પ્રણાલીને બદલવાનો સંકેત આપ્યો છે. ભવિષ્યમાં પીપીએફ, પોસ્ટ ઓફિસ, ઇન્સ્યોરન્સ, મેડિકલેમ, દાન, શૈક્ષણિક સંસ્થાઓને ચૂકવેલી ફી ઉપર મળતી આવકવેરાની કરમુક્તિ દૂર કરવામાં આવશે. જેના કારણે ભારતીયોની બચત કરવાની પ્રવૃત્તિને મોટો ધક્કો પડશે.

નવી-જૂની સ્કીમ શું છે?
નવી સ્કીમમાં રોકાણ ઉપર કરમુક્તિ મળતી નથી પરંતુ ઇન્કમટેકસ દર 20 ટકાની જગ્યાએ 10 ટકા લેવામાં આવે છે, જ્યારે જૂની સ્કીમમાં રોકાણ ઉપરની કરમુક્તિ મર્યાદા ચાલુ રહે છે અને જ્યારે મર્યાદા પછીની રકમ ઉપર 20 ટકા જેટલો ટેકસ લાગે છે.

અન્ય સમાચારો પણ છે...