ગુજરાતમાં કોરોનાથી કેટલા લોકોનાં મોત થયાં? આ સવાલનો જવાબ સરકાર આપવા માગતી નથી. મોર્બિડ અને કૉ-મોર્બિડના આંકડામાં ગૂંચવાયેલા ગુજરાતને આ સવાલનો જવાબ ખુદ સરકારી વિભાગોએ જ આપી દીધો છે. 1 માર્ચ 2021થી 10 મે 2021 દરમિયાન સરકારી રેકોર્ડમાં ભલે સરકારે કોરોનાથી 4218 મોત નોંધ્યા હોય, પણ આ દરમિયાન રાજ્યના 33 જિલ્લા અને 8 કોર્પોરેશનમાં 1,23,871 ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં હતાં. ઇસ્યુ થયેલાં ડેથ સર્ટિફિકેટના જે આંકડા અમારી પાસે આવ્યા છે એ અત્યંત ચોંકાવનારા છે.
ગત વર્ષ કરતાં આ વર્ષે મોત બમણાં
મૃત્યુનાં પ્રમાણપત્રો મુજબ આ વર્ષે માર્ચ મહિનામાં રાજ્યમાં 26,026 મોત, એપ્રિલમાં 57,796 મોત નોંધાયાં હતાં, જ્યારે મે મહિનાના શરૂઆતના 10 દિવસમાં આ આંકડો વધીને 40,051 થયો હતો. આ આંકડાઓની સરખામણી 2020ના આ જ મહિનાઓ સાથે કરીએ તો માર્ચ 2020માં 23352, એપ્રિલ 2020માં 21591 તથા મે 2020માં 13125 મોત થયા હતા, એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષના શરૂઆતના 71 દિવસમાં મરણનો આંકડો બે ગણો વધારે છે.
ટોચનાં 5 શહેર, જ્યાં 71 દિવસમાં 45,211 ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં
શહેર | કોરોના મોત | ડેથ સર્ટિફિકેટ |
અમદાવાદ | 2126 | 13593 |
સુરત | 1074 | 8851 |
રાજકોટ | 288 | 10887 |
વડોદરા | 189 | 7722 |
ભાવનગર | 134 | 4158 |
ટોચના 5 જિલ્લા, જ્યાં 71 દિવસમાં 21,908 ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં
જિલ્લો | કોરોના મોત | ડેથ સર્ટિફિકેટ |
મહેસાણા | 132 | 3150 |
રાજકોટ | 418 | 7092 |
જામનગર | 341 | 2783 |
અમરેલી | 36 | 5449 |
નવસારી | 9 | 3434 |
...આ 5 જિલ્લા, જ્યાં 71 દિવસમાં સૌથી ઓછા 1,947 સર્ટિફિકેટ ઇસ્યુ
જિલ્લા | કોરોના મોત | ડેથ સર્ટિફિકેટ |
છોટાઉદેપુર | 28 | 78 |
નર્મદા | 9 | 368 |
મહીસાગર | 41 | 419 |
ડાંગ | 13 | 556 |
પાટણ | 51 | 526 |
80% મોત કૉ-મોર્બિડનો ભોગ બનેલા દર્દીઓનાં, સૌથી વધુ હાયપરટેન્શનનાં
ડૉક્ટરો, દર્દીઓનાં સગાં પાસેથી મળેલી વિગતો મુજબ, 2021ના માર્ચ, એપ્રિલ અને મે મહિનાના 10 દિવસ એમ કુલ 71 દિવસમાં જે મૃત્યુ થયાં એમાં 80 ટકા એવા લોકો હતા જેમને અન્ય બીમારીઓ હતી. રાજ્યમાં સૌથી વધુ 38 ટકા મોત હાયપરટેન્શનનો ભોગ બનેલા દર્દીઓનાં થયાં છે. બીજા ક્રમે 28 ટકા મોત ડાયાબિટીસ અને કિડની, લિવરની બીમારીથી પીડિત દર્દીઓનાં થયાં છે. અન્ય બીમારીઓનો ભોગ બનેલા દર્દીઓનું પ્રમાણ 14 ટકા જેટલું છે.
4% મોત રિકવર થયા પછી બ્લડ ક્લોટિંગને કારણે હાર્ટ-અટેકથી થયાં
વિગતો અનુસાર કોરોનામાંથી રિકવર થયા બાદ હાર્ટ-અટેકને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા અંદાજે 3500થી 4000 જેટલી રહી છે. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે લાંબા સમય સુધી ટ્રીટમેન્ટ ચાલી હોવાથી હૃદયમાં બ્લડ ક્લોટિંંગને કારણે કોરોનામાંથી રિકવર થયા પછી હૃદયરોગનો હુમલો દર્દી માટે જોખમી પુરવાર થઈ શકે છે.
60% મોત 45+ના લોકોનાં, 20% મોત 25થી ઓછી વયના લોકોનાં થયાં
ગુજરાતમાં સૌથી વધુ મોત એવા લોકોના થયાં છે જેમની વય 45 કરતાં વધારે વર્ષની હતી. જોકે આ ઉંમરમાં અન્ય બીમારીઓ પણ હોય છે અને ઇમ્યુનિટી પણ ઓછી હોય છે. તેથી કોરોનાથી સંક્રમિત થવાની સંભાવના તેમને વધારે રહે છે. બીજી ચોંકાવનારી બાબત એ છે કે આશરે 20 ટકા 25 વર્ષથી ઓછી વયના લોકોના છે.
71 દિવસમાં ઇસ્યું થયેલાં ડેથ સર્ટિફિકેટ
કોરોનાને કારણે થયેલાં મોતના સાચા આંકડા સરકારે મોર્બિડ-કૉ મોર્બિડના નામે આપવાનું ટાળ્યું છે, પણ સરકાર દ્વારા જ આ વર્ષે માર્ચ, એપ્રિલ અને મે મહિનાના 10 દિવસમાં ઇસ્યુ થયેલાં મૃત્યુનાં પ્રમાણપત્રના આંકડા વાસ્તવિકતાનો અંદાજ આપે છે. અહીં 2021ના ત્રણ મહિનામાં તથા 2020માં માર્ચ, એપ્રિલ અને મેના 10 દિવસમાં ઇસ્યુ થયેલાં ડેથ સર્ટિફિકેટની વિગતો આપી છે.
શહેર/જિલ્લો | માર્ચમાં ઇસ્યુ થયેલાં ડેથ સર્ટિ. | એપ્રિલમાં ઇસ્યુ થયેલાં સર્ટિ. | મેના પ્રથમ 10 દિવસમાં ઇસ્યુ થયેલાં સર્ટિ. | કુલ 2021 | માર્ચ-2020માં ઇસ્યુ થયેલાં ડેથ સર્ટિ. | એપ્રિલ-2020માં ઇસ્યુ થયેલાં સર્ટિ. | મે-2020ના પ્રથમ 10 દિવસમાં ઇસ્યુ થયેલાં ડેથ સર્ટિ. | કુલ 2020 |
અમદાવાદ શહેર | 4237 | 5924 | 3432 | 13593 | 2685 | 3052 | 2049 | 7786 |
અમદાવાાદ જિ. | 1016 | 2325 | 2525 | 5866 | 874 | 804 | 928 | 2606 |
ગાંધીનગર શહેર | 238 | 585 | 415 | 1238 | 208 | 213 | 89 | 510 |
ગાંંધીનગર જિ. | 565 | 1486 | 1080 | 3131 | 495 | 1358 | 689 | 2542 |
આણંદ | 486 | 1338 | 202 | 2026 | 162 | 178 | 163 | 503 |
ખેડા | 467 | 969 | 211 | 1647 | 421 | 290 | 373 | 1084 |
મહેસાણા | 358 | 1889 | 903 | 3150 | 332 | 235 | 306 | 873 |
પાટણ | 113 | 91 | 322 | 526 | 54 | 51 | 83 | 188 |
બનાસકાંઠા | 294 | 452 | 780 | 1526 | 231 | 220 | 273 | 724 |
સાબરકાંઠા | 173 | 626 | 237 | 1036 | 94 | 90 | 100 | 284 |
અરવલ્લી | 413 | 397 | 159 | 969 | 423 | 261 | 386 | 1070 |
સુરેન્દ્રનગર | 222 | 1192 | 80 | 1494 | 189 | 176 | 40 | 405 |
રાજકોટ શહેર | 1370 | 4474 | 5034 | 10878 | 1259 | 1014 | 310 | 2583 |
રાજકોટ | 1008 | 2984 | 3100 | 7092 | 2211 | 1890 | 1859 | 5960 |
મોરબી | 354 | 1759 | 449 | 2562 | 256 | 314 | 397 | 967 |
જામનગર શહેર | 697 | 1182 | 904 | 2783 | 478 | 580 | 161 | 1219 |
જામનગર જિ. | 1109 | 2102 | 1683 | 4894 | 826 | 956 | 270 | 2052 |
દેવભૂમિ દ્વારિકા | 344 | 629 | 219 | 1192 | 243 | 284 | 101 | 628 |
જૂનાગઢ શહેર | 365 | 1224 | 833 | 2422 | 276 | 322 | 99 | 697 |
જૂનાગઢ | 696 | 1200 | 1268 | 3164 | 716 | 640 | 95 | 1451 |
અમરેલી | 858 | 2739 | 1852 | 5449 | 829 | 802 | 81 | 1712 |
ગીર સોમનાથ | 735 | 1154 | 1033 | 2922 | 549 | 525 | 71 | 1145 |
પોરબંદર | 114 | 520 | 654 | 1288 | 806 | 166 | 257 | 1229 |
ભાવનગર શહેર | 654 | 1844 | 1660 | 4158 | 570 | 577 | 210 | 1357 |
કચ્છ | 951 | 1321 | 963 | 3235 | 891 | 878 | 992 | 2761 |
વડોદરા શહેર | 1573 | 3618 | 2531 | 7722 | 1149 | 1031 | 193 | 2373 |
છોટાઉદેપુર | 29 | 33 | 16 | 78 | 19 | 38 | 18 | 75 |
પંચમહાલ | 202 | 454 | 214 | 870 | 209 | 207 | 63 | 479 |
મહીસાગર | 111 | 175 | 133 | 419 | 68 | 65 | 56 | 189 |
દાહોદ | 536 | 877 | 1142 | 2555 | 733 | 748 | 944 | 2425 |
ભરૂચ | 266 | 947 | 575 | 1788 | 188 | 183 | 126 | 497 |
નર્મદા | 65 | 169 | 134 | 368 | 49 | 20 | 23 | 92 |
સુરત શહેર | 2526 | 4795 | 1530 | 8851 | 2054 | 715 | --- | 2769 |
સુરત | 129 | 367 | 157 | 653 | 82 | 99 | 83 | 264 |
તાપી | 634 | 1666 | 932 | 3232 | 509 | 425 | 337 | 1271 |
નવસારી | 958 | 1867 | 609 | 3434 | 953 | 975 | 98 | 2026 |
ડાંગ | 146 | 220 | 190 | 556 | 107 | 126 | 41 | 274 |
વલસાડ | 423 | 615 | 566 | 1604 | 277 | 274 | 212 | 763 |
બોટાદ | 345 | 1068 | 1000 | 2413 | 307 | 232 | 339 | 878 |
ભાવનગર | 246 | 519 | 324 | 1089 | 570 | 577 | 210 | 1357 |
કુલ | 26026 | 57796 | 40051 | 123873 | 23352 | 21591 | 13125 | 58068 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.