તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતંકવાદનો કાયદો બનાવવાની શક્યતા:સરકાર નાગરિકોની સલામતી-સુરક્ષા માટે ગુજસીટોક એક્ટની કાયદેસરતાને પડકારતી અરજીમાં સરકારે રજૂઆત કરી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારની દલીલમાં સુપ્રીમકોર્ટના ચુકાદા ટાંકવામાં આવ્યા હતા

આતંકવાદ સામે રાજય સરકારના ગુજસીટોક કાયદાની જોગવાઇઓ સામે થયેલી અરજીમાં સરકારે આજે રજુઆત કરાઇ હતી કે, રાજયના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે વિધાનસભા પાસે આતંકવાદનો કાયદો ઘડવાની સત્તા છે. સરકાર તરફે આતંકવાદ અંગેની જોગવાઇઓ વિશે વિસ્તૃત સુપ્રીમકોર્ટના ચુકાદાને ટાંકવામાં આવ્યા હતા. દલીલો બાદ ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને અન્ય મુદ્દા પર દલીલ બીજા દિવસ પર મુલતવી રાખી છે.

રાજકોટમાં 11 જણાની ગેંગે કરેલા હત્યા, દુષ્કર્મ અને અપહરણ જેવા ગુનાના આરોપી મોહમમ્દ હુસેન મકરાણીએ હાઇકોર્ટમાં ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ(ગુજસીટોક) એકટની કાયદેસરતાને પડકારતી અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...