તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટની કડક કાર્યવાહી:કહ્યું, ‘લૉકડાઉન દરમિયાન સરકાર પરપ્રાંતીયની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ, એટલે તેમની સામે FIR નોંધી રહી છે’, એક દિવસમાં 33 પાસાના હુકમો રદ કર્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર. - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર.
  • હવે ‘આ લોકો’ ગુંડા નથી રાખતા પણ પાસાની ધમકી આપે છે : જસ્ટિસ
  • લવ-જેહાદની કલમ-5 સામે ભૂલથી સ્ટે અપાયો : સરકાર, અમે અભ્યાસ કર્યા બાદ જ સ્ટેનો હુકમ કર્યો છે: હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે એક જ દિવસમાં 18 જિલ્લાના 33 પાસાના હુકમોને રદ કરીને અરજીનો નિકાલ કર્યો છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે કોરોના સમયે અચાનક લોકડાઉનની જાહેરાત કરી દેતાં પરપ્રાંતીય મજૂરો અટવાઇ પડ્યા હતા. સરકાર તરફથી નાણાકીય અને રહેવાની વ્યવસ્થા નહીં થવાને લીધે મજૂરો મોટા પ્રમાણમાં ચાલતા ઘરે નીકળી પડ્યા હતા. આ સંજોગોમાં પોલીસે પરપ્રાંતીયને પકડીને પાસા કરી દેતાં તેમની સ્થિતિ દયનીય બની હતી. સરકાર તેમની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નીવડી છે. તેમને પોતાના પરિવારની કરિયાણાની વ્યવસ્થા કરવા જવા માટે પણ મંજૂરી નહોતી. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે આવા પરપ્રાંતીય મજૂરો સહિતના 33 લોકો સામેના પાસાના હુકમો રદ કરીને તેમને મુક્ત કરવા આદેશ કર્યો છે.

પાસાનો હુકમ રદ કરવાની એક અરજીમાં રજિસ્ટર સેલ ડીડથી મકાન ખરીદવા છતાં મકાન ખરીદનાર સામે પાસા લગાવી દેવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે એવી ટકોર કરી હતી કે આ લોકોએ ગુંડા રાખવાનું બંધ કરી દીધું છે અને પાસાની ધમકી આપવાનું શરૂ કર્યું છે. લેન્ડ ગ્રેબિંગના કાયદાની કાયદેસરતા પડકારવામાં આવી એ યોગ્ય છે.

મિલકતના ઝઘડામાં પણ પાસા કેવી રીતે લગાવાય: હાઇકોર્ટ
પૈતૃક સંપત્તિમાંથી ભાગ માગતી બે બહેનો સામે પોલીસે લેન્ડ ગ્રેબિંગ અને પાસાની ફરિયાદ લગાવી હતી. કોર્ટે એવી ટકોર કરી હતી કે દીકરીઓના ઘરની મિલકતોના ઝઘડામાં પાસા અને લેન્ડ ગ્રેબિંગ કેવી રીતે લગાવી શકાય? કોર્ટે તેની સામેથી પાસા અને લેન્ડ ગ્રેબિંગ હટાવીને સરકારની ઝાટકણી કાઢી છે.

ભૂલ ન હોવાનું ઠેરવી કોર્ટે કાર્યવાહી ચાલુ રાખી
લવ-જેહાદના કાયદાની કલમ 5 પર ભૂલથી સ્ટે મુકાયો હોવા અંગે સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠ સમક્ષ સરકાર તરફથી અરજી કરવામાં આવી છે. કોર્ટે એૉતેમાં કોઇ ભૂલ નહીં હોવાનું ઠેરવીને વધુ સુનાવણી ગુરુવાર પર મુલતવી રાખી છે. સરકાર તરફથી એવી રજૂઆત કરાઇ છે કે લવ-જેહાદના કાયદાના અધિનિયમમાં થયેલા સુધારા પૈકી કલમ-5 પર ભૂલ પર સ્ટે આપવામાં આવ્યો છે. આ કલમ ધર્માંતરણ માટેની છે તેથી તેના પર સ્ટેની જરૂર નથી. હાઇકોર્ટે આ અંગે વધુ સુનાવણી ગુરુવારે પર મુલતવી રાખી છે. કલમ-5 ખરેખર સ્ટે કરવા માટે યોગ્ય છે કે નહીં? એ અંગે કાલે ચીફ જસ્ટિસની કોર્ટમાં સુનાવણી યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...