અમદાવાદ:સરકારે ટોસિલીઝુમબ અને રેમડેસિવિર ઇન્જેક્શન મર્યાદિત જથ્થામાં હોવાથી ડોક્ટરોને સાવચેતીથી વાપરવાની અપીલ કરવામાં આવી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોના વાઇરસનો ફેલાવો વધી રહ્યો છે ત્યારે ICMR ની માર્ગદર્શિકા મુજબ સારવાર કરવામાં આવે છે. જેમાં ટોસિલીઝુમબ ઇન્જેક્શન અને રેમડેસિવિર ઇન્જેક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંનું ટોસિલીઝુમબ ઇન્જેક્શન વિદેશથી મગાવવામાં આવે છે. તેમજ રેમડેસિવિરના ઉત્પાદનની મંજૂરી આપવામાં આવી છે. આ બંને દવાઓ મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ હોવાથી તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. તેટલું જ નહીં જરૂરિયાતવાળા દર્દીઓ જ તેનો લાભ લે તે માટે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ.જી.કોશિયાએ અપીલ કરી છે. હાલમાં જ્યારે દર્દીની સારવાર દરમિયાન ક્રિટિકલ કન્ડિશનમાં ઓક્સિજનની જરૂરિયાત પડે ત્યારે સ્ટેરોઇડ આપવામાં આવે છે. સ્ટોરોઇડથી જો ફાયદો ના થાય તો ટોસિલીઝુમબ ઇન્જેક્શન અને રિમડેસિવિર ઇન્જેક્શન આપાવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...