દોષિતોને જન્મટીપની સજા થઈ હતી:અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ફાંસી કન્ફર્મ કરવા સરકારે કોર્ટમાં અપીલ દાખલ કરી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • HCએ ટ્રાયલ કોર્ટ પાસેથી કેસ સંબંધિત દસ્તાવેજો મગાવ્યા

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ટ્રાયલ કોર્ટે આપેલી ફાંસીની સજા કન્ફર્મ કરવા સરકારે કરેલી અપીલને જસ્ટિસ વિપુલ પંચોલીની ખંડપીઠે દાખલ કરી છે. દોષિતો તરફથી એડવોકેટે એવી રજૂઆત કરી હતી કે, તમામ દોષિતોને વકીલાતનામું મોકલી આપ્યું છે. અપીલનો ડ્રાફટ પણ તૈયાર છે.

થોડા દિવસમાં અપીલ ફાઇલ કરાશે. ખંડપીઠે ટ્રાયલ કોર્ટ પાસેથી કેસ સંબંધિત દસ્તાવેજો મગાવવા આદેશ કર્યો છે. સરકાર અને દોષિતોની અપીલ પર સાથે સુનાવણી કરાશે. અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ડેઝિગ્નેટેડ કોર્ટે 2 માર્ચે 38 દોષિતોને જન્મટીપની સજા કરી હતી. સરકાર તરફથી હાઇકોર્ટના પબ્લિક પ્રોસિક્યુટર મિતેશ અમીન અને આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર હાર્દિક સોનીએ ખંડપીઠ સમક્ષ રજૂઆત કરી હતી કે, સરકારે દોષિતોની સજા કન્ફર્મ કરવા અપીલ કરી છે.

ખંડપીઠે દોષિતો તરફે એડવોકેટને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, થોડા દિવસમાં તમામ દોષિતોની અપીલમાં વકીલાતનામું તૈયાર થઇ જશે. દોષિતો સજા ઓછી કરવા અપીલ કરશે. હાઇકોર્ટે દોષિતોને વકીલ ન રાખી શકે તો લીગલ એઇડ સર્વિસ લેવા જેલ ઓથોરિટીને નિર્દેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...