HCમાં અરજી:સરકારે ટોલ કંપની પાસે એક કરોડ વસૂલ્યાં, લોકડાઉન સહિતના સમયના 24 કરોડ વસૂલ્યા હતા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • કેન્દ્ર-રાજ્ય સરકારને હાઈકોર્ટે નોટિસ પાઠવી

રાજ્યમાં હાઇવે પરના ટોલબૂથ પરથી ટોલ ઉઘરાવવા માટે ખાનગી કંપની પાસેથી દર સપ્તાહે 1 કરોડ રૂપિયા સરકારને આપવાની શરત સામે હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. કોન્ટ્રાક્ટર પાસેથી કોવિડ-19ની બીજી લહેર દરમિયાન પણ સરકારે 1 કરોડ રૂપિયાની ઉઘરાણી કરી હતી.

આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર રાહત આપવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારે યેનકેન રીતે દર સપ્તાહે રૂ.1 કરોડ કંપની પાસેથી વસૂલ્યાં હતાં. આ અંગે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરે અરજીમાં એવી રજૂઆત કરી છે કે, હાલની પરિસ્થિતિમાં સરકારે કંપની પાસેથી 6 મહિનાના લોડકાઉન સહિતના સમય માટે રૂ.24 કરોડ ટોલના વસૂલ્યા છે. આ કોન્ટ્રાક્ટની શરત અનુસાર ઓછામાં ઓછા રૂ.28 કરોડ જમા કરાવવાના છે. પરંતુ કંપનીએ માત્ર રૂ.24 કરોડનો ટોલ જ વસૂલ્યો છે તેથી કંપની ખોટ કરી રહી છે.

અરજીમાં વધુ જણાવ્યું હતું કે, કંપની પાસે બાકી રહેલી રકમ વસૂલવા સરકારે સિક્યોરિટી ડિપોઝિટની રકમમાંથી પણ તફાવતની રકમ કાપી લીધી છે. જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે કેન્દ્ર-રાજ્ય સરકારને નોટિસ પાઠવીને વધુ સુનાવણી એપ્રિલ-2022માં મુકરર કરી છે.

અન્ય સમાચારો પણ છે...