તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સરકારે ખાનગી એજન્સીના મા કાર્ડના 319 સેન્ટરો બંધ કર્યાં

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 31 મેએ મા કાર્ડની મુદ્દત પુરી થઇ હોય તેવા લાભાર્થીના કાર્ડ 30 જૂન સુધી માન્ય રહેશે

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને 5 લાખ સુધીની વિનામૂલ્યે સારવાર આપતી મા યોજનાની કામગીરીમાંથી ખાનગી કંપનીને દૂર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. કાર્ડ ઇશ્યુ કરવાથી લઇને રિન્યુ કરવાની કામગીરી માટે એન-કોડ કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો જેનો સમયગાળો પૂર્ણ થઇ જતાં સોમવારથી આ કંપનીના 319 સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે.

મા કાર્ડને લગતી કામગીરી સરકાર જાતે જ કરશે. જેથી 1500 જેટલા પીએચસી, સીએચસી અને તમામ જનરલ હોસ્પિટલોમાં હવેથી મા કાર્ડ ઇશ્યુ કરવાની, રિન્યુ કરવા સહિતની તમામ કામગીરી થશે. રાજ્યમાં હાલ મા યોજનાના 75 લાખ જેટલા લાભાર્થી છે. મા યોજનાને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે.

મા કાર્ડ ધરાવતા અનેક લાભાર્થીઓને 31 મેના રોજ કાર્ડની મુદ્દત પૂરી થઇ ગઇ હોવાના મેસેજ મળ્યા છે. સૂત્રો મુજબ કોરોનાની સ્થિતિમાં લાભાર્થીઓને તાત્કાલિક કાર્ડ રિન્યુ કરવા જવું ન પડે અને આકસ્મિક બીમારીના કિસ્સામાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 31 મેના રોજ મુદત પૂરી થઇ છે તેવા તમામ કાર્ડ 30 જૂન સુધી માન્ય રાખવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...