તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Government Announced The Death Of 93 Patients In 6 Days In The State, During Which 79 Patients Died At The Civil Hospital In Ahmedabad Alone.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોર બેદરકારી:સરકારે રાજ્યમાં 6 દિવસમાં 93 દર્દીઓના મોત જાહેર કર્યાં, આ અરસામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ 79 દર્દીઓનાં મોત થયાં

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • ગુરુવારે કુલ 13 દર્દીઓના મોત થયાં પણ સિવિલમાંથી 14 મૃતદેહો સ્મશાને મોકલવામાં આવ્યાં
  • 21 નવેમ્બરથી અત્યાર સુધી 10 વાર કોરોનાના 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા

રાજ્યમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધુ ગંભીર બની રહ્યો છે.સરકાર ઠોસ કદમ લેવાની માત્ર ગુલબાંગો પોકારી રહી છે. ત્યારે દર્દીઓના મોત અંગેના આંકડા તંત્રની ઘોર બેદરકારી તરફ ઈશારો કરી રહ્યાં છે. સરકારે રાજ્યમાં એક જ દિવસમાં 13 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા હોવાનું જાહેર કર્યું પરંતુ ગુરુવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી 14 મૃતદેહો અંતિમક્રિયા માટે સ્મશાને મોકલ્યા હોવાની બાબત સામે આવી છે. શનિવારથી લઈને ગુરુવાર સુધીમાં સિવિલની 1200 બેડની હોસ્પિટલમાંથી 79 મૃતદેહો સ્મશાને મોકલવામાં આવ્યાં છે. આ અરસામાં જ સરકારે 93 દર્દીઓનાં મોત થયાં હોવાનું જાહેર કર્યું છે.

કેવી રીતે આંકડા છુપાવવામાં આવ્યાં?
રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીનાં મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યાં હોવાનાં અનેકવાર આક્ષેપો થઈ રહ્યાં છે. પરંતુ સરકાર અન્ય કોઈ બિમારી ના હોય અને કોરોનાથી જ મૃત્યુ થયું હોય તેવા જ દર્દીઓના આંકડા જાહેર કરે છે. તે ઉપરાંત અન્ય કોઈ બિમારી હોય અને કોરોનાથી દર્દીનું મોત થયું હોય તો તે દર્દીને કોરોનાથી મૃત્યુ થયું હોય તેવું જાહેર કરવામાં આવતું નથી. આવી રીતે ઓછાં મોત બતાવીને સરકારને સંતોષ થઈ રહ્યો છે.

14,913 એક્ટિવ કેસ, 96 વેન્ટિલેટર પર, 1 લાખ 95 હજાર 365 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં અત્યાર સુધીમાં 80 લાખ 33 હજાર 388 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 14 હજાર 309ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4031એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 93 હજાર 938 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,913 એક્ટિવ કેસ છે, જેમાંથી 96 વેન્ટિલેટર પર જ્યારે 14,817 દર્દીની હાલત સ્થિર છે.

21 નવેમ્બરથી અત્યાર સુધી 10 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા
અત્યાર સુધીમાં ગુજરાતમાં 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515, 24 નવેમ્બરે 1510, 25મી નવેમ્બરે 1540, 26 નવેમ્બરે 1560, 28 નવેમ્બરે 1598, 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ, 28 નવેમ્બરે 1598 અને 29 નવેમ્બરે 1564 કેસ, 30 નવેમ્બરે 1502, 2 ડિસેમ્બરે 1512 અને 3 ડિસેમ્બરે 1540 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો