વિવાદ:લિવ-ઈનમાં રહેતી યુવતીએ બોયફ્રેન્ડથી અલગ થવા હેલ્પલાઈનની મદદ લીધી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લગ્નની વાત કરતાં બોયફ્રેન્ડ મારઝૂડ કરતો હતો
  • મહિલા હેલ્પલાઈને બંનેને સમજાવી અંતે મામલો થાળે પાડ્યો

અમરાઈવાડીમાં લિવ-ઈન રિલેશનશીપમાં બોયફ્રેન્ડ સાથે રહેતી યુવતીએ લગ્ન કરવાનું કહેતાં બોયફ્રેન્ડે ઈન્કાર કરી પરેશાન કરવાનંુ ચાલુ કરતાં યુવતીએ મહિલા હેલ્પલાઈન 181નો સંપર્ક કર્યો હતો. હેલ્પલાઈને યુવતીના બોયફ્રેન્ડને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

અમરાઈવાડીમાંથી મહિલા હેલ્પલાઈન પર ફોન આવ્યો હતો કે, હું મારા બોયફ્રેન્ડ સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહું છું, હવે તે લગ્ન કરવાની ના પાડે છે અને મને છોડવા પણ તૈયાર નથી.આ બાબત તે મને પરેશાન કરી રહ્યો છે. આ વાત સાંભળી મહિલા હેલ્પલાઈનની કાઉન્સિલર ટીમ યુવતીના ઘેર પહોંચી હતી. યુવતીએ જણાવ્યું કે, તે 8 વર્ષથી બોયફ્રેન્ડ સાથે લિવ-ઈનમાં રહે છે. યુવતીએ લગ્ન માટે વાત કરી ત્યારે તેના બોયફ્રેન્ડે કહ્યું કે લગ્નની શું જરૂર છે હું તારી સાથે તો રહું છું, તને ખુશ રાખું છું અને તારી બધી જરૂરિયાત પૂરી કરું છું, તો આ ફોર્માલિટીની શું જરૂર છે.

જેથી યુવતીએ જણાવ્યું કે, નામ વગરના રિલેશનમાં મારે નથી રહેવું મારે લગ્ન કરવા છે. જે સાંભળીને બોયફ્રેન્ડ ધમકાવતો હતો. મહિલા હેલ્પલાઈનના કાઉન્સિલરે યુવકને સમજાવ્યો કે, મરજીથી લિવ-ઈનમાં રહેતી વ્યક્તિ જોડે રહેવા બળજબરી ન કરી શકાય આમ પરસ્પરની સંમતિ જરૂરી હોવાનું કહી મામલો થાળે પાડ્યો હતો.

બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા છૂટાછેડા લીધા
બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા હોઈ, યુવતીએ પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ તે બોયફ્રેન્ડ સાથે લિવ-ઈનમાં રહેતી હતી. તેને વિશ્વાસ હતો કે બોયફ્રેન્ડ તેની સાથે લગ્ન કરશે જો કે આઠ વર્ષ સુધી સાથે રહ્યા બાદ પણ બોયફ્રેન્ડે લગ્ન કરવાનો ઈન્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...