ભાંડો ફૂટ્યો:મુંબઈથી ભાગીને આવેલા પ્રેમી-પ્રેમિકાને વટવા GIDC પોલીસે પરિવારને સોંપ્યા

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કર્ણાટકનો યુવક મુંબઈની યુવતીને ભગાડી શહેરમાં લાવ્યો હતો
  • જશોદાનગરમાં પોલીસને જોઈ ભાગવા જતાં ભાંડો ફૂટ્યો

હાલના સાંપ્રત સમયમાં કાચી ઉંમરમાં દીકરા-દીકરીઓ દ્વારા લેવામાં આવેલ અપરિપક્વ નિર્ણયના કારણે માતા-પિતાને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. આવા સમયે પોલીસ દેવદૂત બનીને આવે ત્યારે દીકરા-દીકરીનું જીવન બગડતા અટકી જાય છે. આવો જ એક કિસ્સો વટવામાં સામે આવ્યો છે, જેમાં પોલીસે મુંબઈની એક યુવતી પ્રેમસબંધમાં ઘરેથી ભાગીને કર્ણાટકના યુવક સાથે અમદાવાદ આવી ગઈ હોવાનુ જણાતા પોલીસે તેમને પકડી માતા-પિતાને જાણ કરી મામલો થાળે પડયો હતો.

વટવા જીઆઈડીસી પોલીસની ટીમ જશોદાનગરમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે સમયે સગીરા અને એક યુવક શંકાસ્પદ હાલતમાં બસ સ્ટેન્ડ પાસે બેઠેલા હતા જે પોલીસને જોઈને નાસવા જતા પોલીસે તેમને રોકી નામ પૂછતા જયરાજ શિંદે (ઉં.19 રહે. હાલ બદલાપુર રેલવે સ્ટેશન પાછળ, થાણે મહારાષ્ટ્ર મૂળ કર્ણાટક) હોવાનું જાણવા મળ્યુ હતંુ. પોલીસે બંનેની પૂછપરછ કરતા બંને સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવ્યા હતા અને પ્રેમસબંધ થતા યુવક મુંબઈના કાંદિવલીથી સગીરાને ભગાડી લાવ્યો હતો.

આ બાબતે મુંબઈ પોલીસમાં તપાસ કરતા ચારકોલ પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે મુંબઈ પોલીસને તથા સગીરાના માતા-પિતાને જાણ કરતા પોલીસે આરોપીનો કબજો મેળવી સગીરાને તેના માતા-પિતાને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કર્ણાટકમાં યુવકના ગુમ થયાની ફરિયાદ હતી

પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, મુંબઈ રહેતા સગીરાના પ્રેમમાં પડયા બાદ કર્ણાટકનો યુવક પણ મુંબઈ આવીને સગીરાના ઘરની નજીક રહેવા લાગ્યો હતો અને લગ્ન કરવાના ઈરાદે સગીરાને ભગાડી ગયો હતો. આ તરફ યુવકના પરિવારજનોએ પણ કર્ણાટક પોલીસમાં તેમનો પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...