• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Gang Swindled Rs 66 Lakh To Invest In The Business; Complaint Lodged At Vastrapur Police Station Against Five For Not Returning The Money

ડોક્ટર દંપતી સાથે ઠગાઈ:બિઝનેસમાં રોકાણનું કહી ઠગ ટોળકીએ રૂ.66 લાખ પડાવ્યા; પૈસા પાછા ન આપનારા પાંચ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડોક્ટરને બાઈક રાઈડિંગનો શોખ હોવાથી બાઈકર્સ સાથે મુલાકાત થઇ હતી

ઓઢવમાં હોસ્પિટલ ધરાવતા ડોકટર દંપતીને ધંધામાં પૈસા રોકવાનું કહીને બાઈકર્સે રૂ.69.71 લાખ પડાવી લીધા હતા. રોકાણ સામે શરૂઆતમાં ડોક્ટર દંપતીને રૂ.4.60 લાખ પાછા આપ્યા હતા, જ્યારે બાકીના રૂ.65.11 લાખ પાછા ન અપતા આખરે ડોક્ટરે બાઈકર્સ તેના પિતા સહિત 5 વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

એસજી હાઈવે પરના ગેલેક્સી ટાવરમાં રહેતા ડોકટર અતુલકુમાર સોલંકી(49) ઓઢવ ખાતે વાત્સલ્ય નિયોનેટલ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ધરાવે છે. અતુલભાઈને બાઈક રાઈડિંગનો શોખ હોવાથી અમદાવાદ બાઈકર્સ ગૃપ દ્વારા 2018માં પ્રેમ ધર્મેશભાઈ પટેલ અને તેના પિતા સાથે મિત્રતા થઇ હતી.

આ પિતા-પુત્રએ અતુલકુમારને કહ્યું કે, અમારા મિત્રો અને સગાંસબંધીઓને જુદા જુદા ધંધામાં રોકાણ કરવા માટે પૈસાની જરૂર છે. રોકાણ કરશો તો સારુંં વળતર મળશે. પૈસાનું રોકાણ કરવાનું હોવાથી પ્રેમ અને તેના પિતા ધર્મેશભાઈએ અમિતભાઈ શાહ, રાજેશ પટેલ અને પ્રિયાંક પટેલ સાથે પરિચય કરાવ્યો હતો. આ લોકોએ જુદા જુદા ધંધામાં પૈસા રોકવાનું કહીને ડોક્ટર અતુલકુમાર અને તેમના પત્ની સમીબહેન પાસેથી કુલ રૂ. 69.71 લાખ પડાવી લીધા હતા. તેમાંથી શરૂઆતમાં રૂ.4.60 લાખ પાછા આપી દીધા હતા.

જ્યારે બાકી રહેલા રૂ.65.11 લાખ પાછા નહીં આપતા ડોકટર અતુલકુમાર સોલંકીએ પ્રેમ પટેલ(25)(પ્રેમનગર સોસાયટી, સ્ટેડિયમ રોડ, નવરંગપુરા), તેના પિતા ધર્મેશભાઈ પટેલ(53)(ધર્માત્મા બંગલોઝ, કેશવનગર, સુભાષબ્રિજ), અમિતભાઈ શાહ(44), રાજેશ પટેલ(23) (ઉસ્માનપુરા ગામ) અને પ્રિયાંક હસમુખભાઈ પટેલ(અજન્ટા પાર્ક, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે, નારણપુરા) વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

શરૂઆતમાં 4.60 લાખનું વળતર આપ્યું
ડોકટર અતુલકુમારેે આ લોકોને રોકડા રૂ.17 લાખ આપ્યા હતા, જ્યારે બાકીના પૈસા બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. જો કે શરૂઆતમાં અતુલકુમારનો વિશ્વાસ કેળવવા તેમને ટુકડે ટુકડે કુલ રૂ.4.60 લાખ પાછા આપી દીધા હતા, જ્યારે બાકી રહેલા પૈસા પાછા આપતા ન હોવાથી અતુલકુમારે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...