આજે ગ્રામપંચાયતની ચૂંટણીનું પરિણામ:અમદાવાદ જિલ્લામાંની 362 ગ્રામ પંચાયતોનું ભવિષ્ય નક્કી થશે, બાવળાના રૂપલ ગામમાં પુન: ચૂંટણીમાં 91.43 ટકા મતદાન થયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રવિવારે યોજાયેલી સરપંચની ચૂંટણીમાં કુલ 80.80 ટકા મતદાન થયું હતું
  • કેન્દ્રો પર 400થી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ

અમદાવાદ જિલ્લાની 362 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ મંગળવારે જાહેર થશે. જિલ્લાના નવ તાલુકામાં સવારે 9 વાગે મતગણતરી હાથ ધરાશે. બીજીતરફ કર્મચારીની લાપરવાહીના લીધે બાવળાના રૂપલગામમાં સોમવારે પુન:ચૂંટણી કરવી પડી હતી. કુલ 350 મતદારો માંથી સાંજે છ વાગ્યા સુધીમાં 91.43 ટકા મતદાન થયું હતું. વોર્ડ -1 માટે યોજાયેલી પુન: ચૂંટણીમાં ઉત્સાહપૂર્વ મતદાન કર્યું હતું.

જિલ્લા પંચાયતની રવિવારે યોજાયેલી સરપંચની ચૂંટણીમાં કુલ 80.80 ટકા મતદાન થયું હતું. 350 સરપંચની ચૂંટણીમાં કુલ 1179 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 7.35 લાખમાંથી 5.94 લાખ મતદારોએ મતદાન કર્યું હતું. આમાં 2.76 લાખ મહિલા અને 3.17 લાખ પુરૂષ મતદારોનો સમાવેશ થાય છે, જ્યારે 1666 વોર્ડની ચૂંટણીમાં 79.93 ટકા મતદાન થયું હતું. જેમાં 4.31 લાખમાંથી 3.44 લાખ મતદારોએ મતદાન કર્યું હતું. સભ્યમાં 3960 ઉમેદવારો છે. 33 બેઠકો સમરસ છે.

સોમવારે યોજાનાર મતગણતરીમાં કુલ નવ મતગણતરી કેન્દ્રો છે. 78-78 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી હાજર રહેશે. મતગણતરી માટે 68 હોલ છે. જેમાં 141 ટેબલ છે. મતગણતરી માટે 534નો સ્ટાફ અને ઉચ્ચઅધિકારીઓ મળી 833નો પોલીસ સ્ટાફ રહેશે. કેન્દ્ર પર આરોગ્યના 83 અધિકારીઓ સેનેટાઇઝર, થર્મલ ગન સહિત કોવિડ-19 હેઠળના હેલ્થ સાધનો લઇને તૈનાત રહેશે.

તાલુકોમતગણતરી સ્થળ
ધોળકા

શ્રી સી.વી.મિસ્ત્રી કન્યા વિદ્યાલય, અનંતરાયકાળ હોલ, કલિકુંડ

ધંધુકા

ધી બિરલા હરજીવનદાસ હાઇસ્કૂલ

બાવળા

શ્રીમતી એસ.સી.અમિન ગલ્સ હાઇસ્કૂલ

વિરમગામ

શ્રી શેઠ.એમ.જે.હાઇસ્કૂલ

સાણંદ

આઇ.ટી.આઇ. ધોલેરા

દેત્રોજ

શ્રી મહાત્માગાંધી વિનય મંદિર

રામપુરા

ગીતા હાઇસ્કૂલ બળિયાદેવ મંદિરની પાસે લાંભા, અમદાવાદ

​​​​​​​રાજ્યની 8686 ગ્રામ પંચાયતની મતગણતરી
રાજયની 8686 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન 19 ડિસેમ્બરે યોજાયું હતું. મંગળવારે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, કુલ 10,879 પંચાયતની ચૂંટણી યોજાઇ હતી, આ પૈકી 1165 સમરસ થતા અને કેટલીક પંચાયતોમાં અમુક બેઠકો બિનહરીફ થતા છેવટે 8686 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી.

મતગણતરી સ્થળે 400થી વધુ લોકો ભેગા થઇ શકે નહીં
ગ્રામ પંચાયતોની ચૂંટણીના મતગણતરી કેન્દ્રોના સ્થળે કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ 400થી વધુ લોકો ભેગા થઇ શકશે નહીં. વિજય સરઘસમાં પણ 400થી વધુ લોકો હશે તો ઉમેદવારની જવાબદારી રહેશે. - બી.પી.પંડયા, રેસીડેન્ટ કલેકટર, અમદાવાદ જિલ્લો

અન્ય સમાચારો પણ છે...