કોંગ્રેસના આક્ષેપ:રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર કાઉન્સિલના કારણે 40 હજાર વિદ્યાર્થીનીઓના ભવિષ્યની કારકિર્દી અટવાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર કાઉન્સિલના કારણે ગુજરાતના 40,000 વિદ્યાર્થીનીઓના ભવિષ્યની કારકિર્દી અટવાઈ પડી હોવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા મનિષ દોશીનો આક્ષેપ છે. કોલેજોની મંજૂરી ના મળતા વિદ્યાર્થીઓના હજુ એડમિશન થયા નથી.

વિદ્યાર્થીઓ અવઢવ ભરી પરિસ્થિતિમાં
મનીષ દોશીએ જણાવ્યું હતું કે, મેડિકલની સાથે જ પેરામેડિકલની પ્રક્રિયા થશે તેવી જાહેરાત પછી મેડિકલના પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂરો છતાં આર્યુવેદિક હોમિયોપેથી નર્સિંગની કોલેજોને મંજૂરીના ઠેકાણા નથી. 30,000 જેટલી બેઠકો માટે 40,000 વિદ્યાર્થીઓ મેરીટ લીસ્ટમાં સમાવેશ છે. ધોરણ 12ના પરિણામ અને રજીસ્ટ્રેશનના મહિનાઓ વીત્યા છતાં કોલેજોને મંજૂરી ન મળતા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અન્યાય ગુજરાતના વિદ્યાર્થીઓ અવઢવ ભરી પરિસ્થિતિમાં પારાવાર મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.

કાઉન્સિલ ક્યારે મંજૂરી આપશે?
કાઉન્સિલ દ્વારા હજુ સુધી ઇન્સ્પેકશન કામગીરી ચાલી રહી છે. ક્યારે મળશે મંજૂરી? ક્યારે થશે પ્રવેશ પ્રક્રિયા? અંગે જવાબ આપવા કોઈ તૈયાર નથી. આયુર્વેદિક હોમિયોપેથી અને નર્સિંગની કોલેજોને મંજૂરી ન મળવાથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. કેન્દ્ર સરકાર હસ્તકની કાઉન્સિલની મનમાનીથી ગુજરાતના હજારો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. એક શૈક્ષણિક સત્ર પૂરું થયા છતાં કાઉન્સિલ ક્યારે મંજૂરી આપશે તે અનિશ્ચિત છે.

અન્ય સમાચારો પણ છે...