ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં યોજવવાની છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફી અને ફોર્મ ભરવાના શરૂ થયા હતા. અગાઉ અનેક વિદ્યાર્થીઓને ફોર્મ સર્વરમાં તકલીફ હોવાના કારણે ફોર્મ નથી ભરી શક્યા માટે ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ છે.
ધોરણ 10માં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 ડિસેમ્બર
ધોરણ 10માં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13 ડિસેમ્બર હતી જેની મુદત વધારીને 18 ડિસેમ્બર કરવામાં આવી છે. ત્યારબાદ 19 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી ત્રણ તબક્કાઓ સુધી લેટ ફી સાથે ફોમ અને ફી ભરી શકાશે. 19 થી 23 ડિસેમ્બર સુધી 250 લેટ ફી, 24 થી 2 જાન્યુઆરી સુધી 300 લેટ ફી અને 3થી 7 જાન્યુઆરી સુધી 350 લેટ ફી રાખવામાં આવી છે.
નવા શિક્ષણમંત્રીને વાલી મંડળનો ફી મામલે પત્ર
નવી સરકાર સાથે નવા મંત્રીમંડળની રચના થઈ ચૂકી છે. ત્યારે નવા શિક્ષણમંત્રીને વાલી મંડળે ફી મામલે પત્ર લખ્યો છે. વર્ષ 2022/23માં ફી મંજુર કરવા સ્કૂલોએ ફાઇલ FRCમાં મૂકી છે તે ફાઇલમાંથી જે સ્કૂલ નફો કરતી હોય તે સ્કૂલોને ફી વધારો ના આપવા સંચાલક મંડળે માંગણી કરી છે.
સ્કૂલો ફી વધારા માટે અપીલ કરી
ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, 2017થી FRC અમલમાં છે. FRC કાયદા મુજબ ફી મંજુર થાય તે ત્રણ વર્ષ સુધી સ્કૂલઓએ લેવી. વર્ષ 2022-2023માં જે ફી FRC મંજુર કરી છે. તેમાં ઘણી સ્કૂલોએ 5થી 15 ટકા ફી વધારો આપેલો છે. ઘણી સ્કૂલો ફી વધારા માટે અપીલ કરી છે. જે પણ સ્કૂલોએ ફી વધારો માંગ્યો હોય તેમને હિસાબી તપાસ કરીને મંજુર આપવી જોઈએ.
શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડવો જોઈએ
અપીલમાં ગયેલા સ્કૂલો જુના વર્ષની મંજુર થયેલ ફી લેવી. વર્ષ 2022-2023ની ફી FRC એ મંજુર કરી છે. જે FRCના વેબસાઈટ પર તાત્કાલિક મુકવામાં આવે. સ્કૂલોએ ફી મંજૂરીઓનો લેટર દરેક વાલીને મળે તેવી વ્યવસ્થા કરવી. FRCના નિયમ મુજબ દર મહિને સ્કૂલ ફી લે તેવો નિયમ છે. વાર્ષિક ફી સ્કૂલ લઈ ના શકે તે માટે તાત્કાલિક શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડવો જોઈએ.
GTU દ્વારા 2022ની એલ્યુમની મીટ 'સમવાય'
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ ખૂબ જ ટૂંકાગાળામાં ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે દેશ-વિદેશમાં નામના મેળવીને રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપીત થઈ છે. જેમાં વિદ્યાર્થીઓનો સવિશેષ ફાળો છે. તેમને બિરદાવતાં જીટીયુ દ્વારા દર વર્ષે એલ્યુમની મીટનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ જીટીયુના એલ્યુમની એસોસિયેશન દ્વારા વર્ષ 2022ની એલ્યુમની મીટ “સમવાય”નું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને પણ પ્રેરણા સ્ત્રોત પૂરો પાડે
આ પ્રસંગે મુખ્ય મહેમાન સ્થાને જાણીતા ઉદ્યોગપતિ અને નોબલ રિફ્રેક્ટ્રીસના એમ.ડી. એવા ઘનશ્યામ ઢોલરીયા ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરતાં જણાવ્યું હતું કે, સફળતા માટે રૂપિયાની જરૂર નથી. સાચી દિશામાં યોગ્ય મહેનત અને ચોક્કસ ધ્યેય હોવો જરૂરી છે. સ્ટાર્ટઅપકર્તા પોતાના કર્મ પર વિશ્વાસ રાખીને સતત કાર્યરત રહશે તો, સફળતા જરૂર પ્રાપ્ત થશે. જીટીયુના કુલપતિ અને જીટીયુ એલ્યુમની એસોસિયેશનના પ્રમુખ નવીન શેઠે આ સંદર્ભે જણાવ્યું હતું કે, જીટીયુના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અમારી સાચી મૂડી છે. તેઓ દેશ વિકાસમાં સહયોગી થઈને સફળતાના અનેક શિખરો સર કર્યા છે. જે વર્તમાન વિદ્યાર્થીઓને પણ પ્રેરણા સ્ત્રોત પૂરો પાડે છે.
વિદ્યાર્થીઓથી એલ્યુમની મીટમાં જોડાયા
આ પ્રસંગે 225થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.જ્યારે 2500 વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એલ્યુમની મીટમાં જોડાયા હતાં. જીટીયુ એલ્યુમની એસોસિયેશન દ્વારા “સમવાય એકત્ર સદા” ન્યૂઝ લેટર લોન્ચ કરવામાં આવ્યું હતું. દર 6 મહિને તેની નવીનત્તમ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવશે. જેમાં સ્ટુડન્ટ વેલફેર, રીસર્ચ, એલ્યુમની એચીવમેન્ટ, પ્લેસમેન્ટ ડેટા અને સંલગ્ન કૉલેજના ટોપ-5 એલ્યુમનીની માહિતી રજૂ કરાશે. આ ઉપરાંત જીટીયુના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના સ્ટાર્ટઅપ અને તેની સફળતા બાબતેની ચર્ચા કરીને આત્મનિર્ભર ભારત અભિયાનમાં આજના ટેક્નોક્રેટ યુવાઓ કેવી રીતે સહભાગી થઈને દેશના માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝમાં યોગદાન આપીને આર્થિક રીતે પગભર થાય તે બાબતે જણાવ્યું હતું.
ઝેરી અને કેમિકલયુક્ત વાહનોની અવરજવર પર પ્રતિબંધ
અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ પર ભાડજથી સર્કલ વચ્ચે પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ યોજાવવાનો છે. જેમાં રોજના એક લાખ લોકોની અવરજવર રહેવાની છે અને ખૂબ જ વધારે પ્રમાણમાં લોકો ત્યાં આવવાના છે. ઝેરી અને કેમિકલ યુક્ત વાહનો પણ રિંગ રોડ પરથી પસાર થતા હોય છે જેથી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 સુધી ઝેરી અને કેમિકલયુક્ત ટેન્કરો અને વાહનો સનાથલ સર્કલથી વૈષ્ણવદેવી સર્કલ સુધીના રોડ પર પસાર થવા પર પ્રતિબંધ પોલીસ કમિશનર દ્વારા ફરમાવવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરને વૈકલ્પિક માર્ગ જાહેર કર્યા
પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ સરદાર પટેલ રિંગ રોડ ઉપર ખુબ જ મોટા પ્રમાણમાં ભારે વાહનોની અવર-જવર રહેતી હોય છે. જેમાં ઝેરી કેમિકલ યુક્ત જ્વલંનશીલ પદાર્થો જેવા કે, એસીટીક એસીડ, એસીટીક એનહાઇડ્રાઇડ, સલ્ફ યુરીક એસીડ, હાઇડ્રોક્લોરીક એસીડ, ફોસ્ફોરીક એસીડ, હાઇડ્રોફ્લોરીક એસીડ, પર્ચલોરીક એસીડ, ફોરમીક એસીડ, નાઇટ્રીક એસીડ,પોટેશીયમ હાઇડ્રોક્સાઇડ, સોડીયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન પ્રોક્સાઇડ, ફોર્મલ્ડહાઇડ, હેનોલ, સોડીયમ હાયપોક્લોરાઇટ વિગેરે જેવા ઝેરી કેમીકલ યુક્ત જ્વલંનશીલ પદાર્થો સાથે અવર-જવર કરતા આ પ્રકારના ટેન્કર/કન્ટેનર/વાહનોની મહોત્સવવાળા વિસ્તારમાંથી પસાર થતા નીચે મુજબના સરદાર પટેલ રિંગ રોડ પરના માર્ગ પરથી અવર-જવર કરવા માટે પ્રતિબંધિત ફરમાવવામાં આવે છે. વૈકલ્પિક માર્ગની તરીકે સનાથલ સર્કલથી બાકરોલ ચાર રસ્તા થઇ જતો-આવતો માર્ગ. કમોડ સર્કલ થઇ અસલાલી રિંગ રોડ સર્કલ થઇ, હાથીજણ સર્કલ થઇ, દાસ્તાન સર્કલ થઇ નાના ચિલોડા રિંગ રોડ સર્કલ થઇ તપોવન સર્કલ થઇ વૈષ્ણોદેવી સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.