તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીમંડળનો વિરોધ:FRC સ્કૂલોને ખોટા ખર્ચ નહીં પણ ટ્યૂશન ફીમાં જ વધારો આપી શકે છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તોતિંગ ખર્ચા બતાવી વધુ ફી વસૂલવાની સ્કૂલોની યોજનાનો વિરોધ

વાલી મંડળે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે, એફઆરસી સ્કૂલોની ટ્યૂૂશન ફીનો રિવ્યૂ કરીને તેમાં જરૂર જણાય તો વધારો કરી શકે છે. પરંતુ આ વધારો માત્ર ટ્યૂશન ફી પર જ થશે, કુલ ફી પર થશે નહીં. ઉપરાંત ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ રેગ્યુલેશન એક્ટ પ્રમાણે એફઆરસી સ્કૂલોની ફી ત્રણ વર્ષ માટે નક્કી કરે છે, સ્કૂલો દર વર્ષે ફીમાં વધારો કરી શકે નહીં. વાલી મંડળે ફી નક્કી કરવા મુદ્દે સરકારને ચીમકી આપી છે કે સરકાર તરફથી સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇનનું સતત ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખશે તો વાલી મંડળ ઉચ્ચ ન્યાયાલયમાં રજૂઆત કરી શકે છે.

વાલી મંડળ તરફથી મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને સંબોધીને કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ગયા વર્ષે સરકારે 25 ટકા ફી માફી આપી હતી, આ વર્ષે પણ સ્કૂલો ચાલુ થઇ ન હોવાથી સ્કૂલોને ખર્ચ બચ્યો છે. તેથી આવનારા વર્ષ માટે વાલીઓને 50 ટકા ફી માફી આપવી જોઇએ. વાલી મંડળની રજૂઆત છે કે, સરકારે 15 જેટલી ઇત્તર પ્રવૃત્તિને મરજીયાત કરી છે. આ ઇત્તર પ્રવૃત્તિની ફી જો ગણતરીમાં લેવાતી હોય તો તેને બાદ કરવી જોઇએ. એફઆરસીએ ઇત્તર પ્રવૃત્તિની ફીને ગણતરીમાં લેવી જોઇએ નહીં. ઉપરાંત ઇત્તર પ્રવૃત્તિની ફીને એફઆરસીએ માન્યતા આપવી જોઇએ નહીં.

ઘણી સ્કૂલોએ 25% ફી માફી આપી નથી
વાલી મંડળ તરફથી અમદાવાદ ગ્રામ્યના જીલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી છે કે ઘણી સ્કૂલોએ સરકારે જાહેર કરેલી ફી માફીનો લાભ વાલીઓને આપ્યો નથી. સ્કૂલોએ કોરોનાકાળમાં પણ વાલીઓને ફી માફીની જગ્યાએ વધુ ફી ઉઘરાવી છે. જેથી સ્કૂલોની તપાસ થવી જોઇએ. વાલી મંડળે વાલીઓએ ભરેલી ફીની પહોંચ સાથેની માહિતી ડીઇઓમાં જમા કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...