તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:આંતરવસ્ત્રોનો જથ્થો મગાવી છેતરપિંડી કરનારો ઝડપાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કારંજ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી

હોઝિયરીના વેપારી પાસેથી 240 ડઝન આંતરવસ્ત્રનો ઓર્ડર ફોન પર આપી રોડ પર ડિલિવરી લઈને એટીએમમાંથી પૈસા આપવાનું કહી વેપારી સાથે 49 હજારની છેતરપિંડી આચરી હતી.

કાલુપુર રેવડીબજારમાં હોઝિયરીની દુકાન ધરાવતા કમલેશભાઈ આમલાની પર 24 જુલાઈના રોજ અજાણ્યાએ ફોન કરી ‘હું તમારો ગ્રાહક બોલું છું અને અગાઉ પણ મેં તમારી પાસેથી સામાન ખરીદ કર્યો છે’ તેવી ઓળખ આપી 240 ડઝન આંતરવસ્ત્રનો માલ ખરીદવાનું કહ્યું હતું. આથી કમલેશભાઈએ લોડિંગ રીક્ષામાં માલ ભરી પૈસા લેવા કારીગર હિતેષ છબલાણીને મોકલ્યો હતો. દરમિયાન દિલ્હી દરવાજા પાસે બાટાના શોરૂમ પાસે એક ઈસમ એક્ટિવા લઈને આવ્યો હતો અને તેણે હિતેષને કહ્યું હતું કે ‘માલસામાન એક્ટિવા પર મુકાવ અને એટીએમ પાસે રૂપિયા લેવા આવીજા.’ આમ કહેતા કારીગરે તેને માલ આપી પૈસા લેવા તેની પાછળ જતા તે ચૂકવીને નાસી ગયો હતો. જેથી કમલેશભાઈએ દરિયાપુર પોલીસમાં રૂ. 49 હજારનો માલ લઈ ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે.

અગાઉ પણ કારંજ પોલીસમાં આવા બનાવ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેથી કારંજ પોલીસે આરોપીને પકડ્યો હતો અને કમલેશભાઈના કારીગરને ઓળખ માટે બોલાવતા તેણે સાજીદ ઘાંચી નામના આરોપીને ઓળખી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...