તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ હેલ્થ-ડે સ્પેશિયલ:ગુજરાતમાં કોરોનાને કાબૂમાં કરવાની જેના શિરે જવાબદારી છે તે ચાર ચહેરા, કોઈ ડોક્ટર તો કોઈ IAS

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચારેય વ્યક્તિઓએ સમગ્ર રાજ્યમાં લોકોના આરોગ્યને સાચવવા માટે કોરોના કાળમાં ખૂબ મોટી કામગીરી કરી.

સમગ્ર વિશ્વમાં 7 એપ્રિલનો દિવસ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવાય છે.છેલ્લા એક વર્ષ થી કોરોનાના કઠિન કાળ માં ગુજરાત ની સાડા છ કરોડની જનતાનું આરોગ્ય 4 વ્યક્તિઓ દિવસ-રાત કે ગમે તેવી પરિસ્થિતિ માં પણ અડીખમ બની ને સાંભળી રહ્યા છે,તે છે ડૉ. જયંતિ રવિ, ડૉ.રાજીવ ગુપ્તા, ડૉ તેજસ પટેલ અને ડૉ. અતુલ પટેલ.આ ચાર ચેહરા ગુજરાતની પ્રજામાં પણ ખૂબ જાણીતા થયા છે, આ ચાર ચેહરા દ્વારા ગુજરાતમાં કોરોનાના ડેટા હોય, ટેસ્ટિંગ હોય, ટ્રેસિંગ હોય કે પછી જનતાને જાગૃત કરવાની હોય,..આજે વિશ્વ આરોગ્ય દિવસે આ ચાર ચેહરા ની કામગીરી પર એક નજર કરીએ.

આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિ
આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિ

આરોગ્ય અગ્ર સચિવ ડો. જ્યંતિ રવિ
ગુજરાતમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ વર્ષ 2002માં પંચમહાલ જિલ્લાના કલેક્ટર હતા. ત્યારબાદ શિક્ષણ વિભાગ, ગ્રામ વિકાસ પ્રધાનમંત્રી કાર્યલય જેવા વિભાગોમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ સિવાય તેઓ કડક વહીવટકર્તા છે. રાજ્યમાં કોરોનાની કપરી સ્થિતિમાં તેમણે દિવસમાં સતત 20 કલાક જેટલું કામ કર્યું છે. ડૉ.જયંતિ રવિની કામ કરવાની પધ્ધતિ અંગે વાત કરીએ તો તેઓ પોતાના કામકાજના કલાકો દરમિયાન ઓફીસમાં ઓછા પણ ફિલ્ડમાં વધુ હોય છે. તેઓ ફિલ્ડમાં એક અધિકારી નહીં લોકો સાથે' કોમન વુમન' બની જાય છે. એપ્રિલ 2020માં WHO સાથે થયેલા વેબિનારમાં WHOએ ગુજરાતની કોવિડની કામગીરીને બિરદાવી હતી. તે ઉપરાંત ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે કેન્દ્રની ટીમે પણ કામગીરીના વખાણ કર્યાં હતાં. જ્યંતિ રવિએ કોરોનાની કામગીરી દરમિયાન ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં જઈને દર્દીઓને અપાતી સારવાર અંગેની રૂબરૂમાં સમીક્ષાઓ કરી હતી.

અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તા
અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તા

અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તા
અમદાવાદમાં વાયુવેગે પ્રસરી રહેલા કોરોના વાઈરસના ચેપના કેસોને કંટ્રોલમાં રહેવાની કામગીરી પાર પાડવામાં તેમની સાથે રાજીવ કુમાર ગુપ્તાને પણ વિશેષ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા હતાં. રાજીવ ગુપ્તાને અમદાવાદમાં કોરોનાના કેસને લગતા સર્વેક્ષણ, ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ, મોનિટરિંગ અને સુપરવિઝન સહિતની કામગીરી પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ કામગીરી વધુ સઘન રીતે ચાલે તે માટે પગલાં લેવાની કામગીરી તેમને સોંપવામાં આવી હતી. અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા માટે કોર્પોરેશનનાં ડેપ્યુટી કમિશનરો સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં તેમણે તમામનો ક્લાસ લઈ લીધો હતો. બાદમાં તેમણે અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના નિર્ણયો લીધા હતાં.

જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડો.તેજસ પટેલ
જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડો.તેજસ પટેલ

જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડો.તેજસ પટેલ
સરકારની કામગીરીનું અવલોકન કરવા અને સરકારની તૈયારીઓ પુરતી છે કે કેમ તેની ચકાસણી કરવા માટે હાઇકોર્ટ દ્વારા નિષ્ણાંત ડોક્ટર્સની એક કમિટીની રચના કરવામાં આવી હતી.આ કમિટી દ્વારા પોતાનો અહેવાલ તૈયાસ કરીને સરકાર અને કોર્ટને સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન ડો. તેજસ પટેલે કહ્યું હતું કે બીટા કેટેગરીનો વાયરસ છે કોરોના. આ વાયરસ શરીરમાં જઈને બમણા દરે વધે છે. આ સમયે ઇમ્યુનિટી પાવર શરીરનો કામ કરે છે. 94 થી ઓછું ઓક્સિજન થાય શરીરમાં તો હોસ્પિટલ જવું જોઈએ. માત્ર 15 ટકા ને હાલ ઓક્સિજનની જરૂર છે અને હોસ્પિટલમાં જવાની જરૂર છે. આપણા ત્યાં દર્દીઓ મોડા હોસ્પિટલ પહોંચે છે. 80 ટકા મૃત્યુ અન્ય રોગ હોય છે તેવા દર્દીઓ મૃત્યુ પામે છે. ભારતના બધા જિલ્લાનું એનાલિસિસ કર્યું. 729 જિલ્લામાંથી 20 જિલ્લામાં 70 ટકા કેસો છે. જેમાં દિલ્હી, અમદાવાદ, મુંબઈ, થાણે અને ચેન્નઈમાં સૌથી વધુ કેસ છે. ગીચ વસ્તી હોય ત્યાં આ પ્રકારે કેસ જોવા મળ્યા. અમદાવાદમાં ગીચ વસ્તી, ઈન્ટરનેશનલ એરપોર્ટથી કેસ આવ્યા અને કેસ સ્પ્રેડ થયા. વધુ વજન, ડાયાબીટીસ, એનીમિયા અને હાયપર ટેંશનના દર્દીઓને વધુ થાય છે.

ICMRના સક્રિય સભ્ય ડૉ. અતુલ પટેલ
ICMRના સક્રિય સભ્ય ડૉ. અતુલ પટેલ

ICMRના સક્રિય સભ્ય ડૉ. અતુલ પટેલ
ગુજરાત સરકારના સલાહકાર અને ICMRના સક્રિય સભ્ય ડૉ. અતુલ પટેલે કોરોના વાયરસની વાત કરતા જણાવ્યું હતુ કે, કોરોના 3 પ્રકારના કોરોના હોય છે જેનાથી શરદી-ખાંસી થતી હોય છે. આગળના બે MERS , SARS આ બંને વાયરસ કોરોના વાયરસ જ હતા. પરંતુ 2019માં ડિસેમ્બરથી જે વાયરસ આવ્યો છે તે પણ કોરોના વાયરસ જ છે. વુહાન પછી, L સ્ટ્રેનનું સ્પાંટેનિયસ મ્યૂટેશન થયુ, જે S સ્ટ્રેનમાં બદલાઈ ગયું. તે સહેજ હળવુ છે, કોવીડ સંક્રમણના નવા વેરિઅન્ટ્સ અંગે ચેતવતા કહ્યું કે, આ વેવમાં યુવાનો પણ સંક્રમિત થઈ રહ્યા છે, તેમ જ સમગ્ર પરિવાર તેનો ભોગ બનતો જોવા મળી રહ્યો છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ એ અત્યંત અનિવાર્ય છે. ડો. અતુલ પટેલે ટોસિલિઝુમેબ, રેમેડેસિવિર માટેની આંધળી દોટ સામે લાલબત્તી કરતા કહ્યું છે કે દર્દીને ઓક્સિજનની જરૂર વધીને 20 લિટર થાય તો ટોસિલિઝુમેબ, ફેફસાંમાં ગંભીર ઈન્ફેક્શન હોય તો જ રેમેડેસિવિર ઈન્જેક્શન આપી શકાય. તત્કાલીન સમયે મોદીનો સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ કરનારા ડો.અતુલ પટેલ, ડો.આર.કે.પટેલએ જ મુખ્યમંત્રી રૂપાણીના સ્વાસ્થ્યની ચકાસણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો