ધાર્મિક:ગાંધીનગરના નારદીપુરમાં 5 જૂને 300 વર્ષ જૂના રામ મંદિરનો શિલાન્યાસ થશે

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના NRI 6 મિત્રોના વિચાર બાદ 10 કરોડના ખર્ચે મંદિર તૈયાર કરાશે

આયોધ્યા રામ મંદિર બાદ હવે ગુજરાતના ગાંધીનગરમાં આવેલા નારદીપુર ગામ ખાતે આબેહૂબ રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ મંદિરનો શિલાન્યાસ 5 જૂન કરાશે. અયોધ્યાના રામ મંદિરના ગર્ભગૃહથી લઈને આ મંદિરનું ડિઝાઇન એક જેવું તૈયાર કરાશે.આયોધ્યા રામ મંદિર અને નારદીપુર રામમંદિરના ડિઝાઇન પરેશભાઈ સોમપુરા દ્વારા તૈયાર કરાશે.

આ મિની રામ મંદિર 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. મંદિરને 5 શિખરથી તૈયાર કરવામાં આવશે. તેમ જ 200થી વધુ કારીગરો આ મંદિરને તૈયાર કરશે. મંદિરમાં પથ્થર રાજસ્થાનના બંસીપુરા ગામથી મગાવાશે. મંદિરને 3 વર્ષે જેટલા સમયમાં તૈયાર કરાશે.

મંદિરના ટ્રસ્ટી વી.પી. પટેલના જણાવ્યા અનુસાર, અમેરિકામાં રહેતા 6 મિત્રો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે જો આયોધ્યામાં ભવ્ય રામ મંદિર તૈયાર થઈ શકે તો આપણા ગામમાં 300 વર્ષ જૂનું રામ મંદિરનું નવી રીતે નિર્માણ કરીને કેમ તૈયાર ન કરી શકાય. અમેરિકામાં રહેતા 6 મિત્રોએ નક્કી કર્યા બાદ નારદીપુરના રામ મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટી ભરત પટેલ અને ઘનશ્યામ પટેલના જણાવ્યાનુસાર, આ મંદિર 10થી 11 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ માટે દાન પણ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.

2થી 5 જૂન સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન
2, 3 અને 5 જૂનના રોજ મંદિરનો શિલાન્યાસ સાથે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં પ્રથમ દિવસે કીર્તિદાન ગઢવી, ગીતા રબારી અને માયાભાઈ આહીરે ડાયરો યોજાયો હતો. બીજા દિવસે શેલામાં નગરયાત્રા નીકળશે, જેમાં ગામ તેમ જ આજુબાજુના 7 ગામના લોકો ભાગ લેશે. 4 જૂને સવારે પ.પૂ મહંત દુર્ગાદાસજી મહારાજ (ગુરૂગાદી-સાયલા ગામ) અને પ.પૂ આચાર્ય અવિચલદાસજી મહારાજ (ગુરૂગાદી- સારસાપુરી)ના આશીર્વચનનું આયોજન કરાયું છે. જ્યારે 5 જૂને શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...