માર્કશીટની સમજ:શિક્ષણ બોર્ડની ફોર્મ્યુલા મુજબ ધોરણ-12 કોમર્સની માર્ક્સશીટ વિદ્યાર્થીઓ આ રીતે જાતે જ બનાવે, સાયન્સમાં હજી વિસંગતતાઓ

અમદાવાદ4 મહિનો પહેલા
  • શિક્ષણવિદો સાથે ચર્ચાના આધારે DivyaBhaskar દ્વારા ધો.12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે રજૂ કરાયું માર્ક્સશીટનું સરળ કોષ્ટક
  • ધો.12 સાયન્સની ફાઈનલ માર્ક્સશીટમાં ધો. 10ના વિષયો અને ધો.11-12ના પ્રેક્ટિકલ માર્ક્સ ગણવા બાબતે મૂંઝવણ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આખરે ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ ફાઈનલ માર્ક્સશીટ આપવાની ફોર્મ્યુલા જાહેર કરી દીધી છે. આ ફોર્મ્યુલા અનુસાર ધોરણ-12ના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓની ફાઈનલ માર્ક્સશીટમાં એના ધોરણ-10, ધોરણ-11 અને ધોરણ-12ની પરીક્ષાઓના માર્ક્સ ગણાશે. થોડીક અટપટી ફોર્મ્યુલાને તદ્દન સાદી રીતે સમજાવવા શિક્ષણવિદો સાથે ચર્ચાના આધારે DivyaBhaskar દ્વારા એક કોષ્ટક તૈયાર કરાયું છે. આ કોષ્ટકના આધારે ધોરણ-12 કોમર્સના વિદ્યાર્થીઓ સરળતાથી તેમની માર્ક્સશીટ જાતે જ બનાવી શકશે.

પ્રેક્ટિકલના માર્ક્સે સ્કૂલ-સંચાલકોને મૂંઝવ્યા, ટૂંક સમયમાં બેઠક
અમદાવાદના એક સ્કૂલ-સંચાલક, જેઓ ધોરણ-12 સાયન્સના વર્ગો ધરાવે છે તેમણે પ્રેક્ટિકલના માર્ક્સની ગણતરી બાબતે મૂંઝવણ વ્યક્ત કરી હતી. તેમણે નામ જાહેર ન કરવાની વિનંતી સાથે DivyaBhaskarને જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા ધોરણ-10, 11 અને 12માં પ્રેક્ટિકલના માર્ક્સ કેવી રીતે ગણતરીમાં લેવા એની કોઈ ચોખવટ કરાઈ નથી. આ ફોર્મ્યુલા આ કારણથી ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની માર્ક્સશીટ કેવી રીતે તૈયાર કરવી એ બાબતે સચોટ માર્ગદર્શન આપતી નથી. જોકે અમે બધા સાયન્સવાળા સ્કૂલ-સંચાલકો મૂંઝવણમાં છીએ અને ટૂંક સમયમાં બોર્ડ સાથે આ બાબતે અમારી બેઠક થશે.

ધો.11ની બંને સેમેસ્ટર ટેસ્ટના વિષય ટુ વિષય માર્ક ટ્રાન્સફર થશે
હવે ધોરણ-12ની માર્ક્સશીટ તૈયાર કરવાનું બીજું કદમ ધો.11ની પહેલા અને બીજા સેમેસ્ટરની કસોટીની 50% એવરેજ કાઢવાનું છે, જેનું વેઈટેજ 25 માર્ક્સનું છે. વંદનભાઈ ભટ્ટે ઉમેર્યું હતું કે હવે ધારી લો કે ધોરણ-11ની પ્રથમ સેમેસ્ટર ટેસ્ટમાં આ જ વિદ્યાર્થીના 85% અને બીજા સેમેસ્ટરની ટેસ્ટમાં 89% આવ્યા હોય તો બંનેનો સરવાળો 174 થાય, જેના 50% કરવાથી 87 માર્ક્સ મળશે. હવે આના 25% વેઈટેજ મુજબ ગણતરી કરવાથી 21.75 માર્ક્સ મળશે, જે ધોરણ-11ના માર્ક્સના ખાનામાં મુકાશે.

ધો.12ની સેમેસ્ટર અને યુનિટ ટેસ્ટના માર્ક્સની આ રીતે ગણતરી થશે
શિક્ષણ વિભાગની ફોર્મ્યુલા અનુસાર, ધોરણ 12માં આ જ વિદ્યાર્થીના પ્રથમ સામયિક કસોટી, એટલે કે સેમેસ્ટર ટેસ્ટ અને યુનિટ ટેસ્ટ બંનેના માર્ક્સની સરેરાશ ગણાશે. આ મુજબ તે વિદ્યાર્થીના 1લા સેમેસ્ટરની ટેસ્ટમાં કોઈ વિષયમાં 100માંથી 90 માર્ક્સ અને એકમ કસોટી એટલે કે યુનિટ ટેસ્ટમાં 25માંથી 20 માર્ક્સ આવ્યા હશે તો તેના કુલ 125માંથી 110 માર્ક્સ થાય. હવે તેના 125માંથી 25 માર્ક્સના વેઈટેજ મુજબ 20% માર્ક્સ ગણાય તો એ ગણતરીએ 100ના 20% લેખે 22 માર્ક્સ થાય જે 25માંથી તેણે પ્રાપ્ત કર્યા હશે.

ગુણભાર મુજબની ફોર્મ્યુલાથી કોઈ વિદ્યાર્થીને અન્યાય ન કરવાનું ધ્યેય
અન્ય શિક્ષણવિદ અને GST એક્સપર્ટ ડો.જયેશ મોદીએ DivyaBhaskarને જણાવ્યું હતું કે કોઈ વિદ્યાર્થીને ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના 70માંથી 49 માર્ક્સ આવ્યા હોય તો ધોરણ-12ની માર્ક્સશીટમાં ગુણભાર મુજબ તેને 50માંથી 35 માર્ક મળે તેમજ કોઈ વિદ્યાર્થીને ધોરણ-11ની પ્રથમ કસોટીમાં 50 માર્ક્સમાંથી 38 માર્ક આવ્યા હોય અને બીજી કસોટીમાં 50માંથી 42 આવ્યા હોય તો આમ કુલ 100માંથી 80 મેળવેલા માર્ક્સ થાય, જેની સરેરાશ કરતાં 40 માર્ક્સ થાય અને જેના 50 ટકા કરીએ તો 12માંની માર્ક્સશીટમાં 25માંથી 20 માર્ક લખાશે તેમજ કોઈ વિદ્યાર્થીને ધોરણ 12ના જે-તે વિષયની પ્રથમ સામયિક કસોટીમાં 100 માર્ક્સમાંથી 80 માર્ક્સ આવ્યા હોય અને વર્ષ દરમિયાનની એકમ કસોટીમાં 25માંથી 20 માર્ક્સ આવ્યા હોય તો 125માંથી 100 માર્ક્સ મેળવેલા ગણાય, જેના 20 ટકા કરતાં 20 માર્ક્સ થાય, જે 25 માર્ક્સમાંથી મેળવેલા ગણાશે. આમ, એકંદરે જોવા જઈએ તો 50માંથી 35, 25માંથી 20 અને 25માંથી 20 આમ કુલ 100માંથી 75 માર્ક્સ થાય.

અન્ય સમાચારો પણ છે...