અમદાવાદ મ્યુનિ.ના અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટના તત્કાલીન ડાયરેક્ટર અને હાલમાં ભારત સરકાર અર્બન મેનેજનમેન્ટ સેન્ટર હેઠળના ટેકનિકલ સપોર્ટ યુનિટના વડા તરીકે દીનદયાળ અંત્યોદય યોજના, પીએમ સ્વનિધિ યોજનામાં દિલ્હી ડેપ્યુટેશન પર ફરજ બજાવતા ડો. યોગેશ મૈત્રક ગરીબોની યોજનાના પૈસે પરિવારને અમીર બનાવતા હોવાનું કૌભાંડ વિજિલન્સની તપાસમાં બહાર આવ્યું છે.
મૈત્રકે તેમના ડાયરેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત જે ટ્રસ્ટોને કામ સોંપવાનું હતું તેમાં પોતાની જ સગી સાળીના દીકરા-દીકરીની વુમન એમ્પાવરમેન્ટ કોર્પોરેશન નામની સંસ્થાને કામ સોંપી દીધું હતું. શહેરના કુલ 13 આશ્રય ગૃહો પૈકી 7 અને 4 આજીવિકા કેન્દ્રોનું સંચાલન વુમન અેમ્પાવપરમેન્ટને સોંપી દીધું છે. આશ્રય ગૃહોને કેન્દ્ર તરફથી મહિને 50 હજારની ગ્રાન્ટ અપાતી હતી છતાં પ્રત્યેક આશ્રય ગૃહનો 1.12 લાખનો ખર્ચ બતાવાયો હતો.
આ મુજબ 30 જેટલા આશ્રય ગૃહોને મહિને 13 હજાર એટલે કે 3.90 લાખનો ખર્ચ કોઈ બિલ વગર માત્ર વાઉચરના આધારે મંજૂર થયો હતો. વિજિલન્સે તપાસ કરી ત્યારે સંખ્યાબંધ ટ્રેનિંગ સેન્ટરો બંધ હતા અને આ સેન્ટરોના નામે પ્રવૃત્તિ ચાલતી હોવાનું બતાવાતું હતું. વિજિલન્સ તપાસમાં મૈત્રકના સગાંના રહેઠાણના પુરાવા, સરનામાની ખરાઈ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાંથી કરાઈ હતી.
CLC કેન્દ્રો બંધ છતાં બિલ ચૂકવાયાનું તપાસમાં પકડાયું
આ કર્મચારીને કમિશનરે નોટિસ આપી
સીએલસી સેન્ટર | કોમ્યુ. ઓર્ગેનાઇઝર | આસિ. કોમ્યુ.ઓર્ગેનાઇઝર |
શાહીબાગ,માધુપુરા | હરગોવિંદભાઇ દેસાઇ | હરેશકુમાર પરમાર |
ઓઢવ | મહેશ દરજી | ગૌતમભાઇ પરમાર |
અમરાઇવાડી | મહેશ દરજી | રમેશ રાઠોડ |
વટવા | પરેશ પટેલ | ચંદ્રકાંત તાવિયાડ |
નિર્ણયનગર | પ્રતીકકુમાર | આશાબેન રાજપૂત |
2017થી 2019 દરમિયાન સાળીના દીકરા-દીકરીની સંસ્થાને 26 લાખ ગ્રાન્ટ ચૂકવાઈ
સંસ્થા | CLC એરિયા | ગ્રાન્ટ ચુકવાઇ |
અજીત રૂરલ ડેવલપમેન્ટ | ઓઢવ | 7 લાખ |
વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશન | નિર્ણયનગર | 7 લાખ |
શ્રી સિદ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા | વટવા | 1.5 લાખ |
ગુજરાત એસો. ફોર રૂરલ ડેવલપમેન્ટ | અમરાઇવાડી | 5 લાખ |
વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશન | દાણીલીમડા | 5 લાખ |
વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશન | મેઘાણીનગર | 7 લાખ |
વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશન | માધુપુરા | 7 લાખ |
પરિવારવાદના વિવાદમાં ફસાયેલી સંસ્થામાં આ લોકો ડાયરેક્ટર છે
વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશનના ડાયરેક્ટર તરીકે હાલ અમૃતલાલ પરમાર, નિરવ પ્રિયદર્શી, પ્રીતિ પ્રિયદર્શી, છે. તે ઉપરાંત દેવેન્દ્રકુમાર સૂતરિયા, નરેશ સોખડિયા, ઉર્વશી પરમાર, જયંત લેઉઆ, કાનુભાઇ પરમાર, અજન્તાબેન પરીખ, મીનાબેન પટેલ અને નૌશાદજી સોલંકી કંપની રજિસ્ટ્રારમાં નોધાયેલા છે.
નિયમ મુજબ સગાંને કોન્ટ્રાક્ટ ન અપાય
નોકરની વર્તણૂક, શિસ્તપાલન, અપીલ અંગેના કોર્પોરેશનના નિયમોના પ્રકરણ -13ના મુદ્દા નં. 10.2.3. મુજબ કોર્પોરેશનના નોકરના કોઇ કુંટુંબના સભ્ય કોન્ટ્રાક્ટ કે અન્ય રીતે કામ કરી શકે નહીં. કર્મીએ આવી તમામ બાબતે ઉપરી અધિકારીનું ધ્યાન દોરવું આવશ્યક છે.
ડો. મૈત્રકે VRSની અરજી મ્યુનિ.ને કરી છે
ડો. મૈત્રક દ્વારા તાજેતરમાં જ વીઆરએસ લેવા માટે મ્યુનિ.માં અરજી કરી છે. જોકે તેને કમિશનર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. તેમની સામે ચાલી રહેલી આ તપાસોને કારણે તેમનું રાજીનામું મંજૂર કરાયું નથી.
હાઉસિંગ કૌભાંડમાં અગાઉ સસ્પેન્ડ થયા
આ અગાઉ પણ ડૌ. મૈત્રક સામે સુરતના હાઉસિંગ પ્રોજેક્ટમાં ગેરવ્યવહાર બાબતે વિજિલન્સ દ્વારા તપાસ થતાં તેમને તે સમયે સસ્પેન્ડ કરયા હતા. રાજકીય ઉચ્ચકક્ષાએથી થયેલી ફરિયાદ બાદ તેમની સામે આ પગલાં લેવાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.