તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂડ ઇન્ડસ્ટ્રી ફરી પાછી ભાંગી પડી:અનલોકમાં 70% સુધી પહોંચી ગયેલો ફૂડ બિઝનેસ કર્ફ્યૂમાં પાછો 15% થઈ ગયો

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાકાળમાં હમણાં માંડ માંડ સ્થિર થઇ રહેલી હોટલ એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રી ફરી પાછી ભાંગી પડી

લોકડાઉનમાં હોટલ એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીને ચાર મહિના તો ઇન્ડસ્ટ્રી બંધ રહેતા બિઝનેસ ઝીરો થઈ ગયો હતો. જોકે અનલોક સિઝન માટે આશાનું કિરણ લઇને આવી હતી. ઇન્ડસ્ટ્રીને આશા હતી કે થોડા જ મહિનામાં ફરી બિઝનેસ પીક પકડી લેશે. દિવાળીના સમયમાં ઇન્ડસ્ટ્રીને સારી આવક થઇ હતી અને બિઝનેસ 70 ટકા સુધી પહોંચી ગયો હતો. જોકે, દિવાળી બાદ કોરોના કેસનો રાફડો ફાટતા તંત્ર સફાળુ જાગ્યું હતું અને બે દિવસના કર્ફ્યૂ બાદ રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરવાની ફરજ પડી હતી.માંડ બેઠી થયેલી આ ઈન્ડસ્ટ્રી ફરી પાછી ડાઉ્ન થઈ. સિટી ભાસ્કરનો આ અંગેનો અહેવાલ.

રાતના બિઝનેસને લઈ અસર પડી
ગુજરાતમાં હોટલ એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રી રાતનો બિઝનેસ છે. રાત્રિ કર્ફ્યૂના કારણે હોટલ-ફૂડ બિઝનેસ સાવ પડી ભાંગ્યો છે. કોરોનાકાળમાં સંક્રમણના કારણે સવારે હોટલ્સમાં થતી કોર્પોરેટ મીટિંગ્સ પણ બંધ થઇ ગઇ છે. સવારે તો હોટલ-રેસ્ટોરન્ટમાં કોઇ આવતું જ નથી પરંતુ રાતે પણ ગણ્યાગાંઠ્યા ગ્રાહકો જોવા મળે છે.

ટેકઅવેમાં તેજી પછી કર્ફ્યૂથી મંદી
લોકડાઉનનાં કારણે ફૂડ અને હોટલ ઈન્ડસ્ટ્રી બંધ હતી ત્યારબાદ અનલોકમાં ધીરે -ધીરે ફૂડ બિઝનેસ જ્યારે પાટા પર આવી રહ્યો હતો ત્યાં કર્ફ્યૂ આવ્યા બાદ 10 ટકા આવી ગયો છે. ટેકઅવેમાં તેજી પછી મંદી આવી છે. - નરેન્દ્ર સોમાણી, પ્રેસિડન્ટ, HRAG

સ્ટાફને પાછો ફરી મોકલવો યોગ્ય નથી
ફાઈન ડાઈંગમાં લોકો વધુ રાતના જમવા આવવું પસંદ કરે છે પણ કર્ફ્યૂને કારણે લોકો વહેલા જમવા આવી નથી શક્તા તે માટે કેટલાક લોકો પ્રી ઓર્ડર કરે છે પછી મોડા ઘરે ગરમ કરી ખાવું પસંદ કરે છે. - સુરિલ ઉદ્દેશી, ફૂડ કન્સલટન્ટ

તહેવારોમાં તેજી પછી ઠેરના ઠેર
કોરોના મહામારીમાં અનલોક સિરીઝમાં આ ઇન્ડસ્ટ્રી માંડમાંડ બેઠી થઇ રહી હતી. સામાન્ય જનજીવન અને તહેવારોના કારણે બિઝનેસ 70 ટકા સુધી તો પહોંચી ગયો હતો. પરંતુ શહેરમાં કોરોનાની સ્થિતિ વકરતા પુન: રાત્રિ કર્ફ્યૂ નાખવામાં આવતા બિઝનેસ પાછો ઠપ થઇ ગયો છે. 70 ટકા સુધી પહોંચેલો બિઝનેસ પાછો 15 ટકા પર આવીને ઉભો રહી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો