પેસેન્જરમાં રોષ:130 પેસેન્જરોને બોર્ડિંગ પાસ આપ્યા પછી ફ્લાઈટ રદ કરાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફ્લાઈટ રદ થતાં પેસેન્જરોએ એરપોર્ટ હોબાળો મચાવ્યો હતો - Divya Bhaskar
ફ્લાઈટ રદ થતાં પેસેન્જરોએ એરપોર્ટ હોબાળો મચાવ્યો હતો
  • સ્પાઈસ જેટની સિલિગુડી જતી ફ્લાઈટની ઘટનાથી હોબાળો
  • પેસેન્જરો આવી ગયા પછી એરલાઈને કહ્યું, ‘વી આર હેલ્પલેસ’

લો કોસ્ટ કેરિયર સ્પાઈસ જેટની એકદમ ખરાબ સર્વિસનો કડવો અનુભવ પેસેન્જરને થયો હતો. અમદાવાદથી સિલિગુડી જતા સવારે પેસેન્જર એરપોર્ટ પર પહોંચ્યા બાદ એરલાઈને કહ્યું કે ‘વી આર હેલ્પલેસ’ તમારાથી જે થાય કરી લો ફ્લાઈટ નહિ ઉપડે, આ શબ્દો સાંભળતા જ પેસેન્જરમાં રોષ ફેલાયો હતો અને એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. કલાકો સુધી એરલાઈન અને સ્ટાફ વચ્ચે ભારે રકઝક થયા બાદ પણ કોઈ વ્યવસ્થા સુદ્ધાં ન કરી આપી ન હતી. ફ્લાઇટમાં સવાર કેટલાક પેસેન્જર સિલિગુડી ફરવા જતા હોવાથી હોટલ બુકિંગ કરાવી દીધું હતું તેવા પેસેન્જર પણ મુશ્કેલીમાં મુકાયા હતા તેમ છતાં એરલાઇનના નફ્ફટ સત્તાધીશોનું પેટનું પાણીય હલ્યું નહિ. આખરે ફ્લાઈટ બીજા દિવસે સવારે ટેકઑફ કરવાનું નક્કી કર્યું હતું.

અમદાવાદથી સિલિગુડી જતી સ્પાઇસ જેટની ફ્લાઈટ સોમવારે સવારે 9:40 કલાકે ટેકઓફ થવાની હતી. ફ્લાઈટમાં સવાર 130 પેસેન્જર સવારે 7 વાગે એરપોર્ટ પર પહોંચી ચેકઇન કરાવી બોર્ડિંગ પાસ આપી સિકયુરિટી હોલ્ટ એરિયામાં ફ્લાઈટની રાહ જોઇને બેઠા હતા. અડધો કલાક બાદ ફ્લાઈટ ન આવતા પેસેન્જરે સ્ટાફને પૂછતાં ફ્લાઈટ થોડીવારમાં આવશે ત્યારબાદ આમ 11.50 થઈ ગયા પણ ફ્લાઇટના કોઈ ઠેકાણાં ન હતા થોડીવારમાં આવશે તેમ સ્ટાફ દ્વારા છેક સુધી જૂઠ્ઠાણું ચલાવતા રહ્યા આખરે ફ્લાઈટ રદ કરી હોવાની જાહેરાત કરતા પેસેન્જર અકળાયા હતા.

બંને પક્ષઓ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. એર લાઈનના સ્ટાફે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા જણાવ્યું કે તમારાથી જે થાય તે કરી લો પોલીસ બોલાવશો કે સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરશો કે એરપોર્ટ પર પોલીસ બોલાવશો તો પણ કોઈ ફેર પડશે નહીં હોવાનું કહેતા મામલો વધુ બીચકયો હતો. રોષે ભરાયેલા પેસેન્જરે એરપોર્ટ પર ભારે હલ્લાબોલ મચાવ્યો હતો.

ફ્લાઈટમાં કેટલાક દર્દી પણ હતા
ફ્લાઇટમાં સવાર પેસેન્જર નિરુ શાહે જણાવ્યું કે ‘’કેટલાક ફરવા જનાર પેસેન્જરનું એડવાન્સ હોટલ બુકિંગ કરી દીધું હોવાથી બીજી કનેકટિંગ ફ્લાઈટની સુવિધા આપવા આજીજી કરી છતાં કોઈ વ્યવસ્થા કરી આપી નહીં કેટલાક દર્દીઓ પણ ફ્લાઈટમાં સવાર હોવાથી ઇમરજન્સીમાં પહોંચવું જરૂરી હતું. તેમ છતાં એરલાઈને કોઈ માનવતા દાખવી નહિ આમ એરપોર્ટ પર સ્ટાફ સાથે સાત કલાક સુધી માથાકૂટ કર્યા બાદ તમામ પેસેન્જર રઝળી પડ્યા હતા. સ્ટાફ પણ જીદ પર અડી રહી બીજા દિવસે ફ્લાઈટ સવારે રવાના કરવા નક્કી કર્યું હતું.” બીજીતરફ એરલાઈન કંપનીએ જણાવ્યું કે ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી હોવાથી રદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...