ફ્લાઈટ મોડી પડતાં હોબાળો:પૂણેની ફ્લાઈટ ચાર કલાક મોડી પડતાં ભારે હોબાળો

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારે 6 વાગ્યાની ફ્લાઈટ 10 પછી ટેકઓફ
  • સ્પાઈસ​​​​​​​ જેટની ફ્લાઈટના 70 પેસેન્જર અટવાયા

અમદાવાદથી પુણે જતી સ્પાઈસ જેટની ફલાઇટ મોડી પડતા પેસેન્જરોએ ગુરૂવારે એરપોર્ટ પર હોબાળો મચાવી દીધો હતો. એટલું જ નહીં મોડી રાતના એરપોર્ટ પર આવેલા મુસાફરો છ કલાકના વિલંબ બાદ પૂણે રવાના થતા હેરાન પરેશાન થઇ ગયા હતા.લો કોસ્ટ એરલાઇન સ્પાઇસજેટની અમદાવાદ-પૂણે (SG-1077) ગુરૂવારે સવારે 6 વાગે ટેકઓફ થવાની હોવાથી 70 થી વધુ સવાર પેસેન્જરો એરપોર્ટ પર વહેલી સવારે ચાર વાગે પહોંચી ગયા હતા.

ફલાઈટ સવારે 6 વાગે પણ ન આવતા એરલાઇનના સત્તાધીશો થોડીવારમાં આવશે તેમ જણાવ્યું હતું પરંતુ કલાકો થઇ ગયા બાદ પણ ફલાઇટના કોઇ ઠેકાણા ન હોવાથી પેસેન્જર અને ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓ સાથે બોલાચાલી થઇ હતી. પેસેન્જરોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે પહેલાથી જાણ કરી દીધી હોત તો અમારી આખી રાત બગડત નહીં.દરમિયાન આ ફલાઇટ અમદાવાદથી 10.14 કલાકે પૂણે માટે ઉડાન ભરી હતી.

અન્ય સમાચારો પણ છે...