એર ઇન્ડિયાની અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટના ટેકઓફ પહેલાં જ આગળના નોઝ વ્હિલની ‘વ્હિલ વેલ’ સિસ્ટમમાં ખામી સર્જઈ હતી, જેને કારણે કેપ્ટને એર ટ્રાફિક કન્ટ્રોલરનો સંપર્ક કરી ફ્લાઇટને રન-વે પરથી રિર્ટન કરી હતી. આ ફ્લાઇટમાં ડોમેસ્ટિક સહિત કેનેડા, લંડન, યુએસના કનેક્ટિંગ મળી કુલ 180 પેસેન્જર હતા. તમામને ફ્લાઇટમાં સવા ચાર કલાક સુધી બેસાડી રખાયા હતા. અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની દિલ્હીની ફલાઇટ (AI 532)9.30 કલાકે ટેકઓફ થવાની હતી ત્યારે જ આ ઘટના બની હતી.
ફ્લાઇટના નોઝ વ્હિલ વેલ સિસ્ટમમાં ખામી હોવાથી ફ્લાઇટ ગ્રાઉન્ડ કરી દેવાઈ હતી. સાંજે સાત વાગ્યે એરપોર્ટ પર આવેલા પેસેન્જરોને ફ્લાઇટમાં સવા ચાર કલાક સુધી બેસાડી રખાતા એરલાઇન કંપનીએ રિફ્રેશમેન્ટ પણ આપ્યું હતું. ફ્લાઇટ રિપેર થયા બાદ અમદાવાદથી મોડી રાતે 1.45 કલાકે દિલ્હી માટે ઉડાન ભરી હતી.
‘વ્હિલ વેલ’ સિસ્ટમમાં ખામી રેરેસ્ટ ઓફ ધ રેર ઘટના
ફ્લાઇટના ટેકઓફ-લેન્ડિંગ વખતે નોઝ વ્હિલને ‘વ્હિલ વેલ ’ ફ્લેપની મદદથી અંદર-બહાર કરાય છે. દિલ્હીની ફ્લાઇટમાં વ્હિલ વેલ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. આ પ્રકારની ઘટના રેરેસ્ટ ઓફ ધ રેર કહેવાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.