હાલાકી:ગ્વાલિયર-અમદાવાદ વચ્ચેની ફ્લાઇટ 10 કલાક મોડી પડી, ત્રણ એરલાઇન્સની કુલ 7 ફ્લાઇટને અસર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સ્પાઇસ જેટની ફ્લાઇટ ટેક્નિકલ કારણે લેટ થઈ

અમદાવાદ એરપોર્ટ પર આવતી અને ઉપડતી 3 એરલાઇન્સની 7 ફલાઇટ ટેક્નિકલ કારણોસર 1 કલાકથી લઇને 10 કલાક મોડી પડી હતી. 7 ફલાઇટમાં 3 સ્પાઇસ જેટ, 3 ઇન્ડિગો અને 1 ગો ફર્સ્ટની ફલાઇટનો સમાવેશ થાય છે. આ 7 ફલાઇટમાંથી સ્પાઇસ જેટની ગ્વાલિયર-અમદાવાદ ફલાઇટ સૌથી વધુ 9 કલાક 55 મિનિટ મોડી પડી છે.

ફલાઇટ મોડી મોડી પડતાં પેસેન્જરોને ભારે હાલાકી ભોગવવાનો વારો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ય માહિતી અનુસાર, દેશના વિવિધ શહેરમાંથી અમદાવાદ એરપોર્ટ પર વિવિધ એરલાઇન્સની ફલાઇટ નિયત સમયે આવતી અને જતી હોય છે.

સ્પાઇસ જેટ

ગ્વાલિયર-અમદાવાદ3.45 કલાક
અમદાવાદ-ગ્વાલિયર9.55 કલાક
અમદાવાદ-પુના2.45 કલાક

ઇન્ડિગો

ગોવા-અમદાવાદ1.46 કલાક
હૈદરાબાદ-અમદાવાદ1.02 કલાક
અમદાવાદ-હૈદરાબાદ1.15 કલાક

ગો ફર્સ્ટ

અમદાવાદ-મુંબઇ1.08 કલાક

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...