તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:વિદ્યાર્થીઓને બે ભાગમાં ભણાવવાની નિતી સાથે કોલેજનું પ્રથમ વર્ષ શરૂ થશે

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 8મીથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પણ કૉલેજના દરવાજા ખૂલશે

કૉલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ 8 ફેબ્રુઆરીથી ઓફલાઇન ભણતર શરૂ કરશે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ કૉલેજ પૂરી થવાના સમયે કૉલેજ લાઇફ શરૂ કરી રહ્યાં છે. સિટી ભાસ્કરે વિદ્યાર્થીઓ, કૉલેજ મૅનેજમેન્ટની તૈયારીઓ જાણી હતી. હોસ્ટેલ શરૂ થતી હોવાથી વિદ્યાર્થીઓએ કૉલેજ આવવા તૈયાર છે. એક જ વિષયના વિદ્યાર્થીઓને બે ભાગમાં બેચ પ્રમાણે બોલાવવાની કૉલેજની તૈયારી હોવાથી પ્રોફેસરે એક વિષય બે વાર ભણાવવો પડશે.

પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઓફલાઇન થશે

ઓફલાઇન સાથે ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવામાં આવશે
​​​​​​​‘8 ફેબ્રુઆરીથી કૉલેજ શરૂ કરીશું. વિદ્યાર્થીઓને આવવા માટે જાણ કરીશું. પ્રેક્ટિકલ માટે લેબમાં બેચ પ્રમાણે વિદ્યાર્થીઓને બોલાવીશું. સંખ્યા વધશે તો ક્લાસમાં ક્રોસ પોઝિશન પ્રમાણે બેસાડીશું. ઓનલાઇન ક્લાસની વ્યવસ્થા રાખીશું.’ આ સાથે માસ્ક, સેનેટાઈઝ વગેરેનું ધ્યાન પણ રાખવામાં આવશે. - ડૉ. એચ. એમ. પટેલ, પ્રિન્સિપાલ, ભવન્સ આર. એ. કૉલેજ

પરીક્ષા હોવાથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને 12મીથી બોલાવીશું
‘અત્યારે પરીક્ષા ચાલે છે, જે 10 તારીખ સુધી ચાલશે. એક દિવસ તૈયારી કરી 12 ફેબ્રુઆરીથી કૉલેજ શરૂ કરીશું. સંખ્યા વધુ આવવાની ગણતરી હોવાથી અલગ અલગ બેચમાં એક વિષય બે પ્રોફેસરો દ્વારા ભણાવવામાં આવશે.’ વિદ્યાર્થીઓને તમામ નિયમોનું પાલન કરાવીશું. - ડૉ. રમેશ ચૌધરી, પ્રિન્સિપાલ, નરોડા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ

રોજ 4 કલાક લેક્ચર અને 4 કલાક પ્રેક્ટિકલ ક્લાસ લઈશું
​​​​​​​‘સાયન્સમાં પ્રેક્ટિકલ જરૂરી હોવાથી 2 બેચ કરીશું, જેમાં 1 બેચનું 4 કલાકનું પ્રેક્ટિકલ અને બીજી બેચના વિદ્યાર્થીઓના લેક્ચર હશે, એમ એક પ્રોફેસર બે વાર ભણાવશે. પરીક્ષા ચાલી રહી હોવાથી 20 ફેબ્રુઆરીથી કૉલેજ શરૂ કરીશું.’ -ઋતેશ શાહ, પ્રિન્સિપાલ, મણિનગર કે. કે. શાહ જરોદવાલા સાયન્સ કૉલેજ

પરીક્ષા હોવાથી 22 ફેબ્રુ.થી કૉલેજ શરૂ કરવામાં આવશે
​​​​​​​‘8 તારીખથી પરીક્ષા શરૂ થતી હોવાથી 22 ફેબ્રુઆરીથી તૈયારીઓ સાથે કૉલેજ શરૂ કરીશું. ક્લાસમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું, સેનિટાઇઝ કરવું, ભીડ ન થવા દેવી, તેની તમામ વ્યવસ્થ કરીશું. ઓફલાઈન ઉપરાંત ઓનલાઈન ભણાવવાનું ચાલુ રાખીશું.’ - ડૉ. કરસન ચોથાણી, પ્રિન્સિપાલ, સી. યુ. શાહ આર્ટસ કૉલેજ

કૉલેજ જાણે હવે જ શરૂ થઈ રહી છે તેવું લાગી રહ્યું છે
‘અત્યાર સુધી ઘરે રહીને જ ઓનલાઈન ભણ્યા છીએ. હવે કૉલેજ શરૂ થઈ રહી છે તેવું લાગી રહ્યું છે. હું મારા મિત્રો સાથે પહેલા દિવસે જ કૉલેજમાં જવા માગું છું. આ માટે તમામ નિયમોનું પાલવન કરીશું. અમે પણ સ્કૂલ પછી કોલેજ લાઈફને એન્જોય કરી શકીશું.’ - અનુષ્કા શર્મા, સ્ટુડન્ટ, કે. કે. શાહ જરોદવાલા કૉલેજ

મેઇન ગેટથી ક્લાસરૂમ સુધી સેફ્ટિની વ્યવસ્થા જરૂરી છે
‘કેમ્પસના મેઇન ગેટ પાસે ટેમ્પરેચર ગનથી શરીરનું તાપમાન માપવું, જેમને સિગ્નિફિકેન્ટ ફિવર હોય તેમને સ્ક્રિન આઉટ કરી હૉસ્પિટલમાં રીફર કરવા, યોગ્ય રીતે હેન્ડ સેનેટાઇઝ કર્યા પછી જ એન્ટ્રી આપવી, એન-95 માસ્ક ન હોય તો રૂટીન માસ્ક પણ પહેરાવવા, ક્લાસરૂમમાં 6 ફૂટનું અંતર રખાવવાની જવાબદારી સંચાલકોએ લેવી જોઈએ.’ - ડૉ. રોહિત જોશી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો