તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કૉલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ 8 ફેબ્રુઆરીથી ઓફલાઇન ભણતર શરૂ કરશે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ કૉલેજ પૂરી થવાના સમયે કૉલેજ લાઇફ શરૂ કરી રહ્યાં છે. સિટી ભાસ્કરે વિદ્યાર્થીઓ, કૉલેજ મૅનેજમેન્ટની તૈયારીઓ જાણી હતી. હોસ્ટેલ શરૂ થતી હોવાથી વિદ્યાર્થીઓએ કૉલેજ આવવા તૈયાર છે. એક જ વિષયના વિદ્યાર્થીઓને બે ભાગમાં બેચ પ્રમાણે બોલાવવાની કૉલેજની તૈયારી હોવાથી પ્રોફેસરે એક વિષય બે વાર ભણાવવો પડશે.
પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઓફલાઇન થશે
વધુ સંખ્યા આવશે તો ટાઇમ ટેબલ પ્રમાણે ભણાવીશું
‘હોસ્ટેલ શરૂ થતી હોવાથી બહારગામના વિદ્યાર્થીઓ આવશે, જેથી વધુ સંખ્યા હશે તો ટાઇમ ટેબલ પ્રમાણે વન થર્ડ કે કૅપેસિટીના 50 ટકા વિદ્યાર્થીઓને બોલાવીશું. કૉલેજમાં ઓફલાઇન ભણાવવાની સાથે ઓનલાઇન પણ ભણાવીશું.’ - વિવેક ઉપાસની, એમ. જી. સાયન્સ, પ્રિન્સિપાલ
બેન્ચ ગોઠવાઈ ગઈ છે, ક્લાસનું સેનેટાઈઝેશન પણ થઇ ગયું છે
‘પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ કૉલેજ આવવા માટે ઉત્સુક છે. 1,140 વિદ્યાર્થી માટે ક્લાસમાં બેન્ચની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે અને ક્લાસ સેનેટાઇઝ કરાવાનું શરૂ કરી દીધું છે. દરેકને ક્રોસ પોઝિશનમાં બેસાડીશું.’ -ડૉ. રાજુલ ગજ્જર, પ્રિન્સિપાલ, એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજ
વિદ્યાર્થીઓને 15 ફેબ્રુઆરી પછી બોલાવીશું
‘અત્યારે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલે છે, જે 15 તારીખે પૂરી થશે. એ પછી જ વિદ્યાર્થીઓને વ્યવસ્થા કરીને બોલાવીશું. જોકે, ઓફલાઇન ઉપરાંત જરૂર હોય ત્યાં ઓનલાઇનની વ્યવસ્થા પણ કરીશું.’ - ફાધર લેન્સી ડી ક્રુઝ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, ઇનચાર્જ પ્રિન્સિપાલ
શરૂઆતમાં રીસેસ નહીં હોય એક વિષયના બે લેક્ચર હશે
‘પહેલા વર્ષમાં 450 જેટલા વિદ્યાર્થી છે. જો આગળ જતાં બધા જ વિદ્યાર્થીઓ આવવાની તૈયારી દર્શાવશે તો પ્રોફેસરે એક પછી એક ક્લાસ બે વાર લેવો પડશે. એક દિવસે બે લેક્ચર લઈશું અને સેફ્ટીને જોતા રીસેસ નહીં આપીએ.’ - ગોરધન બંજારા, એચ. કે. કૉલેજ, ઇનચાર્જ પ્રિન્સિપાલ
હવે કૉલેજ લાઇફમાં કેમ્પસમાં જવાનું સપનું પૂરું થઇ શકશે
‘અત્યારસુધી ઓનલાઇન ભણતા હતા પરંતુ હવે કૉલેજમાં આવીને ભણવાનો મોકો મળશે. કૉલેજના કેમ્પસમાં જવાનું સપનું પૂરું થશે. 15 ફેબ્રુઆરી પછી જ્યારે પણ કૉલેજ શરૂ થશે ત્યારે પહેલા દિવસે મિત્રો સાથે પહોંચીશું.’ - વિધિ ગોંડલિયા, સ્ટુડન્ટ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ
સેફ્ટી રાખવી કોલેજની સાથે અમારી પણ જવાબદારી છે
‘સરકારની ગાઇડલાઇન ફૉલો કરીશું. સેફ્ટી રાખવી એ કૉલેજની સાથેસાથે અમારી પણ જવાબદારી છે. સાયન્સમાં આમ પણ કૉલેજ જઈને ભણવું વધારે યોગ્ય છે. અમે ખુશ છીએ કે અમને પણ આ પરમિશન મળી છે.’ - યશ તિરમલ, સ્ટુડન્ટ, ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.