તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યોતિષ:10 જૂને વિક્રમ સંવત 2077નું પ્રથમ સૂર્યગ્રહણ મેષ, વૃષભ, મિથુન સિવાયની રાશિ માટે શુભ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 299 મિનિટ ચાલનારું ગ્રહણ અરુણાચલ અને લદ્દાખમાં દેખાશે

10 જૂને વૈશાખ માસની અમાસે વિ.સં.2077નું પ્રથમ સૂર્યગ્રહણ શનિ જયંતી સાથે બપોરે 1.42થી શરૂ થઈ સાંજે 6.41 વાગ્યે સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણનો સમયગાળો 299 મિનિટનો હશે. આ સૂર્યગ્રહણ અરુણાચલ પ્રદેશ અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં દેખાશે. સૂર્યગ્રહણ આંશિક રીતે ઉત્તર-પૂર્વ અમેરિકા, યુરોપ, એશિયા,એટલાન્ટિક મહાસાગરના ઉત્તરીય ભાગોમાં જોવા મળશે. ગ્રીનલેન્ડ, ઉત્તર કેનેડા અને રશિયામાં સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે.

આ ગ્રહણ ભારતમાં અંશત: દેખાશે માટે ધાર્મિક રીતે પાળવાનું નથી. શનિ જયંતી અને સૂર્યગ્રહણ વૈજ્ઞાનિકો મુજબ એક ખગોળીય ઘટના છે, પરંતુ તે ધાર્મિક રૂપે શુભ નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો આ ગ્રહણ ભારતમાં ન દેખાય છતાં પણ તેની અસર તમામ રાશિ પર થશે.

મેષ : પરિવારમાં વાદ-વિવાદના સંયોગો. માનસિક ઉદવેગ,અશાંતિ રહે. વૃષભ : આકસ્મિક ખોટા નિર્ણયો લેવાય.પ્રેમ-સ્નેહના પ્રસંગો બની શકે છે. મિથુન : રોગ, ભય, ચિંતામાં વધારો થાય.નોકરીમાં કાળજી રાખવી. કર્ક : વડીલોથી લાભ. સંતાનની સફળતાના સમાચાર મળે. એકંદરે સમય સારી રીતે પસાર થઈ શકે છે. સિંહ : આયોજનપૂર્વક કામથી લાભ થઇ શકે. બાકી સરકારી કામ પૂરા થાય. કન્યા : નાના ભાઈથી શુભ સમાચાર. ધાર્મિક પ્રવાસના આયોજનના યોગ. તુલા : આરોગ્ય અંગે વિશેષ કાળજી રાખવી. બગડેલા સંબંધો સુધરે. વૃશ્ચિક : લગ્નજીવનમાં મતમતાંતર વધે. નવા કામો ફટાફટ પૂર્ણ થાય. ધન : શરદી, ઉધરસ કે તાવ આવી શકે. વિદેશથી ધનલાભ થઈ શકે. મકર : ગુપ્તવિદ્યા જાણવા માટે રુચિ રહે. શેરબજારમાં ધન લાભની સંભાવના. કુંભ : માતા સાથે મતમતાંતર થાય. કર્મક્ષેત્ર માટે શુભ દિવસ બની રહે. મીન : કેટલાક મોરચેથી શુભ સમાચાર મળી શકે. આકસ્મિક મુલાકાતથી લાભ થવાનો યોગ.

અન્ય સમાચારો પણ છે...