ગુજરાત યુનિવર્સિટીની અવ્યવસ્થા:પ્રથમ સત્ર પૂર્ણ થવા આવ્યું અને દિવાળી બાદ પરીક્ષા લેવાશે, હજી પાંચ હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ માટે રઝળી રહ્યાં છે

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • એડમિશન માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ એક કોલેજથી બીજી કોલેજમાં ધક્કા ખાઈ રહ્યાં છે
  • આર્થિક રીતે સક્ષમ વિદ્યાર્થીઓએ અગાઉથી ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લીધો

ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાને કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા મોડી શરૂ થઇ છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજન અને વ્યવસ્થા પૂર્વક પ્રવેશ પ્રક્રિયાના કરવામાં આવી જેના કારણે હજુ પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. આવતીકાલે અંતિમ દિવસ છે અને એક નવેમ્બરથી વેકેશન શરૂ થશે. ત્યારે હવે વિદ્યાર્થીઓએ પ્રવેશ ના મળવાના ડરના વચ્ચે દિવાળી કાઢવી પડશે.

દિવાળી બાદ પ્રથમ સત્રની પરીક્ષા લેવાશે
ગુજરાત યુનિવર્સિટીમાં 2 મહિના કરતા વધુ સમયથી પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે.પ્રવેશ પ્રક્રિયાના ઓનલાઈન રાઉન્ડ પૂર્ણ થતા ઓફલાઈન રાઉન્ડ શરૂ કરવામાં આવ્યા છે. છતાં હજુ હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. દિવાળી વેકેશન શરૂ થવાનું છે અને દિવાળી બાદ પરીક્ષા પણ લેવાશે. ત્યારે હજુ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે રઝળી રહ્યા છે. અત્યારે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયામાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ એક કોલેજથી બીજી કોલેજમાં પ્રવેશ માટે જાય છે પરંતુ અનેક જગ્યાએથી નિરાશ થઈને પણ પરત ફરે છે.

ધોરણ 12માં માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓ વધ્યાં
B.COM સિવાય BBA-BCAમાં પણ આ વર્ષે ધોરણ 12માં માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓ વધ્યાં છે. જેની સામે સીટ વધારવામાં આવી નથી. જેથી વિદ્યાર્થીઓએ પોતાના ઈચ્છાથી ભણવાના વિષય બદલવા પડ્યા છે. કેટલાક રાહ જોઈ રહ્યા છે તો કેટલાક વિદ્યાર્થીઓએ અંતિમ વિકલ્પ તરીકે મોઘી ફી ભરીને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી કરતા અન્ય યુનિવર્સિટીઓએ વહેલા પ્રવેશ ચાલુ કરી દીધો જેથી આર્થિક રીતે સક્ષમ વિદ્યાર્થીઓએ પણ અગાઉથી જ ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લીધો હતો.

એડમિશન વિના હજારો વિદ્યાર્થીઓ રઝળી પડ્યાં
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના વેલ્ફેર મેમ્બર સંજય સોલંકીએ જણાવ્યું હતું કે UGCના નિયમ મુજબ 1 ઓક્ટોબરથી શૈક્ષણિક સત્ર શરૂ કરવાનું હતું. પરંતુ હજુ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશના ઠેકાણા જ નથી. હજારો વિદ્યાર્થીઓને હજુ પ્રવેશ મળ્યો નથી. દિવાળી બાદ હવે પ્રવેશ આપવામાં આવશે અને બીજી તરફ પરીક્ષા શરૂ થઇ છે. દિવાળીના તહેવાર ટાણે જ યુનિવર્સિટીની અવ્યસ્થાને કારણે આજે હજારો વિદ્યાર્થીઓ ચિતામાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...