પરીક્ષા આવી રહી છે:ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી, વાર્ષિક પરિણામ માટે પ્રથમ પરીક્ષા આપવી ફરજિયાત, તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર જ રહેશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ. - Divya Bhaskar
ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ.
  • હવે પ્રાથમિક શાળાનું શૈક્ષણિક સત્ર પણ શરૂ થશે, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશે
  • બાકીના વિષયોની પરીક્ષા સ્કૂલો પોતાની રીતે લઈ શકશે

ગુજરાતમાં તબક્કાવાર શાળા-કોલેજો શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે હવે પ્રાથમિક શાળાનું શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી કલાસરૂમમાં જ પરીક્ષા લેવાશે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત છે.

વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત
ગુજરાતમાં તબક્કાવાર રીતે સ્કૂલો શરૂ થવા માંડી છે; એના ભાગરૂપે પહેલા ધોરણ 9થી ધોરણ 12ના ક્લાસ શરૂ કરાયા હતા. ત્યાર બાદ ધોરણ 6થી ધોરણ 8ના વર્ગોમાં ઓફફલાઈન શિક્ષણ શરૂ કરાયું અને હવે બાકીના ક્લાસ પણ શરૂ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. રાજ્ય સરકારે ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા જાહેર કરી દેતાં તમામ સ્કૂલો શરૂ થશે એ નક્કી છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી કલાસરૂમમાં જ પરીક્ષા લેવાશે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત છે.

તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામા આવશે.
તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામા આવશે.

15 માર્ચથી પ્રથમ સત્ર નિદાન કસોટી લેવાની રહેશે
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-જીસીઈઆરટી અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા રાજ્યના તમામ ડીઈઓ અને ડીપીઓ તથા કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે અને સૂચના આપવામાં આવી છે કે 15 માર્ચથી પ્રથમ સત્ર નિદાન કસોટી લેવાની રહેશે. રાજ્યની જિલ્લા પંચાયત અને કોર્પોરેશન હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ 3થી ધોરણ 8માં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે અને 15 માર્ચથી પરીક્ષા લેવાની રહેશે. તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામાં આવશે અને પરીક્ષા બાદ મૂલ્યાંકન પણ કોમન થશે. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષયની સમાન પરીક્ષા લેવાની રહેશે અને બાકીના વિષયોની પરીક્ષા ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો પોતાની રીતે લઈ શકશે.

ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ઝડફિયાએ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.
ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ઝડફિયાએ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.

સૌથી પહેલા ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થઈ
કોરોના મહામારીના 9 મહિના બાદ રાજ્યમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થઈ હતી, જેમાં પહેલા દિવસે વિદ્યાર્થીઓ આનંદ અને ઉત્સાહ સાથે સ્કૂલમાં આવ્યા હતા. વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર સ્કૂલો શરૂ થયાનો આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો. તમામ વિદ્યાર્થીઓએ સરકારની SOPનું પાલન કરી સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો. ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓના પ્રાર્થના અને રાષ્ટ્રીય ગીતના કાર્યક્રમ બાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હતું. સ્કૂલમાં વિદ્યાર્થીઓને થર્મલગનથી ચેકિંગ અને સેનિટાઈઝ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર સ્કૂલમાં આવ્યા હતા.

સ્કૂલના સ્ટાફ દ્વારા સેનિટાઇઝ કરીને વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
સ્કૂલના સ્ટાફ દ્વારા સેનિટાઇઝ કરીને વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

સેનિટાઇઝ થઈને વિદ્યાર્થીઓનો સ્કૂલમાં પ્રવેશ
9 માસ બાદ શાળાના ગણવેશ સાથે સ્કૂલમાં આવેલા વિદ્યાર્થીઓમાં કોરોનાની દહેશત વચ્ચે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્કૂલમાં અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓને ગેટ પાસે જ સ્કૂલના સ્ટાફ દ્વારા સેનિટાઇઝ કરીને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પોતાના ક્લાસરૂમમાં બેઠા બાદ શિક્ષકો દ્વારા કોરોનાની ગાઇડલાઇન્સની જરૂરી માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઓનલાઇન દરમિયાન રહેલી ક્વેરી અંગે સંબંધિત શિક્ષકોને પ્રશ્નો પૂછી પોતાની ક્વેરી સોલ્વ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...