ઉન્નતિ રાઠોડ
સમગ્ર દેશમાં મહિલાઓ માટે પિન્ક ટોયલેટ બનાવવાની ઝુંબેશ શરૂ થઇ છે. કેન્દ્ર સરકારે રાજ્યોને આ માટે ખાસ ભંડોળ પણ ફાળવ્યું છે.અમદાવાદમાં તેની શરૂઆત સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તથા ડોમેિસ્ટક એરપોર્ટમાં શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વ્રારા અમદાવાદમાં પણ હવે મહિલાઓ માટે ખાસ ટોયલેટ નિર્માણ પામી રહ્યા છે..કોર્પોરેશન દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાંકરિયામાં પિન્ક ટોયલેટ બનાવવામાં આવી રહ્યું છે. જાહેર શૌચાલયમાં મહિલાઓને સંકોચ થતો હોય છે તેને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરના 7 ઝોન માં 3 -3 પિન્ક ટોયલેટ બનાવવામાં આવશે.
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેને મહાદેવ દેસાઈએ કહ્યું હતું કે આ મહિલા સંચાલિત ટોયલેટ 3 કે 4 મહિનામાં શરૂ થઇ જશે.પિન્ક ટોયલેટની ડિઝાઇન પણ વિશેષ છે તેમાં તમામ જાતની સુવિધા રાખવામાં આવી છે.સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તથા આરોગ્યની સુખાકારી માટે શહેરમાં બનાવવામાં આવેલા જાહેર શૌચાલયો મોટાભાગે પુરુષો વધારે ઉપયોગ કરતા હોય છે.અને તેની ભીડ બહાર પણ વધુ હોય છે તેના કારણે મહિલાઓને વધુ મુશ્કેલી પડતી હોય છે. તેને નિવારવા માટે મહિલાઓ માટે અલાયદંુ ટોયલેટ બનાવવાનો નિર્ણય કર્યો છે.
કાંકરિયા ગેટ નંબર-3 પાસે હયાત ટોયલેટ તોડી ત્યા રુ 50 લાખના ખર્ચે પાંચ વર્ષ મેઇન્ટેનન્સ સાથે કુલ રુ.11.24 કરોડનો ખર્ચ કરવામાં આવશે. પિન્ક ટોયલેટમાં આકષર્ક એલિવેશન,ચેન્જિંગ રૂમથી માંડીને નાના બાળકો માટે અલગ ટોયલેટ તથા મેકઅપ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ટોયલેટની ટાઇલ્સ,તેના ડોર પણ પિન્ક રાખવામાં આવ્યા છે મેકઅપ રૂમમાં સોફા પણ ગોઠવવામાં આવશે તેમજ સેનેટરી પેડ વેન્ડિંગ મશીન તથા તેના નિકાલ માટે ઇિન્શનરેટર મૂકવામાં આવશે.એટલુંજ નહિ આ ટોયલેટની સંપૂર્ણ જવાબદારી મહિલા સંસ્થાને સોપવામાં આવશે.આ પ્રોજેકટ પાછળ કેટલો ખર્ચ થશે તેની વિગત હાલ બની રહેલા પાયલોટ પ્રોજેક્ટ પરથી ખબર પડશે પ્રાથમિક તબક્કે એક ટોયલેટ સંકુલ 50 લાખથી વધુના ખર્ચે તૈયાર થશે.
પિંક ટોયલેટમાં શું હશે?
• સેનેટરી પેડ વેન્ડિંગ મશીન
• મહિલા ઓપરેટેડ હશે ટોયલેટ
• બેબી ફીડિંગ ની વ્યવસ્થા
• ક્લોથ ચેન્જિંગ રૂમ
• મેકઅપ રૂમ ની પણ વ્યવસ્થા
• 5 ઈંિગ્લશ ટોયલેટ, એક સાદું ટોયલેટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.