• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The First Examination Of Std. 9 To 12 Will Be Held In All The Schools Of The State From Today Till October 27 Under The Control Of Korona

પરીક્ષા:કોરોના નિયંત્રિત થતાં આજથી 27 ઓક્ટોબર સુધી રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા લેવાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેટલીક શાળાઓએ પોતે કાઢેલા પ્રશ્નપત્રો અપાશે, તો કેટલીક શાળાઓમાં બોર્ડના પ્રશ્નપત્રો અપાશે

ગુજરાત બોર્ડના ભણતા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓની આજથી પ્રથમ પરીક્ષા શરૂ થઈ છે.તમામ શાળાઓમાં આજે પરીક્ષા યોજાશે જેમાં ક્યાંક બોર્ડના પ્રશ્નપત્ર આપવામાં આવશે તો કોઈ શાળાઓમાં શાળા દ્વારા જ પ્રશ્નપત્ર કાઢવામાં આવ્યા હશે તે આપવામાં આવશે. કોરોનામાં પ્રથમ વખત શાળાઓમાં આજથી પરીક્ષા યોજાઈ રહી છે જેમાં તમામ નિયમોના પાલન સાથે પરીક્ષા લેવામાં આવી રહી છે.

આજથી પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થયો
રાજ્યની તમામ શાળાઓમાં આજથી પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થયો છે.ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે જે 27 ઓકટોબર સુધી ચાલશે.ગત વર્ષે કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જે બાદ શાળામાં આજે પ્રથમ વખત પરીક્ષા યોજાઈ રહી છે.અલગ અલગ શાળાઓમાં અલગ અલગ સેશનમાં પરીક્ષા યોજાઈ રહી છે. કોવિડ ગાઈડ લાઇનને ધ્યાને રાખીને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા બોર્ડનું પ્રશ્નપત્ર મરજિયાત કરવામાં આવ્યું છે ( ફાઈલ ફોટો)
સરકાર દ્વારા બોર્ડનું પ્રશ્નપત્ર મરજિયાત કરવામાં આવ્યું છે ( ફાઈલ ફોટો)

બોર્ડનું પ્રશ્નપત્ર મરજિયાત કરવામાં આવ્યું હતું
અગાઉ તમામ શાળાઓમાં બોર્ડ દ્વારા તૈયાર કરાયેલ પ્રશ્નપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ શાળાઓની રજૂઆત બાદ બોર્ડનું પ્રશ્નપત્ર મરજિયાત કરવામાં આવ્યું હતું અને શાળાઓને પણ પ્રશ્નપત્ર તૈયાર કરવાની છૂટ આપવામાં આવી હતી. તે મુજબ આજથી શરૂ થઈ પરીક્ષામાં કેટલીક શાળાઓમાં બોર્ડનું પ્રશ્નપત્ર જશે તો કેટલીક શાળાઓમાં પોતે તૈયાર કરેલ પ્રશ્નપત્ર આપવામાં આવશે.