વેક્સિનેશન:ગુજરાતની 81% વસતીને પહેલો ડોઝ, શુક્રવારે એક જ દિવસમાં રાજ્યમાં 22 લાખથી વધુ ડોઝ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કુલ 5.57 કરોડને રસી અપાઇ

રાજ્યમાં કુલ રસીકરણ 5.57 કરોડને પાર થઇ ગયું છે. 3.96 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે 1.61 કરોડ લોકોને બન્ને ડોઝ અપાઇ ગયા છે. હજૂ પણ 18 વર્ષ ઉપર વયજૂથમાં 96 લાખ લોકોને એકપણ ડોઝ મળ્યો નથી. શુક્રવારે એક જ દિવસમાં રાજ્યમાં 22 લાખથી વધારે રસીકરણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે દેશભરમાં રસીકરણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં એક અંદાજ મુજબ, દર સેકંડે 35થી 40 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. ગત 31મી ઑગસ્ટે એક જ દિવસમાં 8.95 લાખ રસીકરણ કરવામાં આવ્યું હતું. અંદાજે 7 હજારથી વધારે ગામોમાં 100 ટકાને પહેલો ડોઝ મળી ગયો છે. અમદાવાદમાં 1.50 લાખ અને સુરત શહેરમાં એક જ દિવસમાં 1.80 લાખથી વધારે રસીકરણ કરવામાં આવ્યું હતું.

18થી 45 વયમાં 64%ને પહેલો, 9.3%ને બન્ને ડોઝ

કેટેગરી18-45 વર્ષ45થી ઉપરકુલ
વસતી3.09 કરોડ2.48 કરોડ5.57 કરોડ
પહેલો ડોઝ1.99 કરોડ1.97 કરોડ3.96 કરોડ
બીજો ડોઝ29 લાખ86 લાખ1.61 કરોડ
ટકા64%82%80%

(સ્રોત - ગુજરાત કોવિડ-કોવિન ડેશબોર્ડ, કુલ રસીકરણમાં હેલ્થલાઇન વર્કર, ફ્રન્ટલાઇન સામેલ છે.)

અન્ય સમાચારો પણ છે...