SVP હોસ્પિટલમાં આગ લાગતા નજરે નિહાળનારા વિમળાબેન મકવાણા અને હેતલબેન સીતાપરાએ જણાવ્યું હતું કે, ‘એસવીપી હોસ્પિટલના ત્રીજા-ચોથા માળે સાંજે 5.30 વાગે આગ લાગતા સાઈરન વાગી અને અમારું મગજ બહેર મારી ગયું પણ એટલું ભાન હતું કે, છઠ્ઠા માળેથી પાંચ દિવસના બાળક સહિત 4ને હેમખેમ ખસેડવાના છે. પળનો વિચાર કર્યા વગર અમે નવજાતને હાથમાં લઈ રેમ્પ પરથી દોડતા નીચે આવ્યા. એર હેન્ડલિંગ યુનિટમાં અચાનક ધુમાડા નીકળતા ફાયર બ્રિગેડને બોલાવાઈ હતી. હોસ્પિટલનો સ્ટાફ પળનો ય વિચાર કર્યા વગર દર્દીઓને સલામત રીતે ખસેડવાના કામમાં લાગી ગયો હતો. એક પછી એક 38 દર્દીને સલામત રીતે ખસેડવામાં આવ્યા. એક બેડમાં બે-બે દર્દીને બેસાડીને તરત સલામત સ્થળે ખસેડાયા હતા. એ પછી સ્પ્રીંકલિંગની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી.’
ઈમરજન્સીમાં કેવી રીતે કામ કરવું તેની તાલીમ કામ આવી
ત્રીજા-ચોથા માળે આવેલા હેન્ડલિંગ યુનિટમાં ધુમાડા નીકળતા ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. આકસ્મિક સંજોગોમાં કેવી રીતે કામ કરવું તેની સ્ટાફને તાલીમ અપાઈ હોવાથી દર્દીઓને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. એર હેન્ડલિંગ યુનિટમાં પ્લાસ્ટિકની કોથળીઓને લીધે આગ લાગ્યાની શંકા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.