તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:પશ્ચિમ રેલવે દ્વારા વધુ 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તૃત કરવામાં આવ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા ભારતીય રેલ્વેના વિવિધ સ્ટેશનોથી શરૂ થતી તથા સમાપ્ત થતી અને પશ્ચિમ રેલ્વેના સ્ટેશનો વચ્ચે શરુ/ટર્મીનેટ થનારી 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની સેવાનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે. મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ વિસ્તૃત સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 02989/02990 દાદર - અજમેર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ (ત્રિ-સાપ્તાહિક), ટ્રેન નંબર 02989 દાદર - અજમેર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરા 3 એપ્રિલથી 1 જુલાઇ, 2021 અને ટ્રેન નંબર 02990 અજમેર - દાદર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરા 2 એપ્રિલથી 30 જૂન, 2021 સુધી વધારવામાં આવ્યા છે.

ટ્રેન નંબર 02490/02489 દાદર - બીકાનેર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ (દ્વિ-સાપ્તાહિક)

ટ્રેન નંબર 02490 દાદર - બિકાનેર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરા 4 એપ્રિલથી 30 જૂન, 2021 અને ટ્રેન નંબર 02489 બીકાનેર - દાદર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરા 3 એપ્રિલથી જૂન 29, 2021 સુધી વધારવામાં આવ્યા છે.

ટ્રેન નંબર 04818/04817 દાદર - ભગતકી કોઠી ફેસ્ટિવલ સ્પેશિયલ (દ્વિ-સાપ્તાહિક)

ટ્રેન નંબર 04818 દાદર - ભગતકી કોઠી ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરા 2 એપ્રિલથી 29 જૂન, 2021 અને ટ્રેન નંબર 04817 ભગતકી કોઠી - દાદર ફેસ્ટીવલ સ્પેશિયલના ફેરા 1 એપ્રિલથી 28 જૂન, 2021 સુધી વધારવામાં આવ્યા છે.

ટ્રેન નંબર 09707/09708 બાન્દ્રા ટર્મિનસ - શ્રી ગંગાનગર ફેસ્ટિવલ સ્પેશિયલ (દૈનિક)

ટ્રેન નંબર 09707 બાન્દ્રા ટર્મિનસ - શ્રી ગંગાનગર ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરા 3 એપ્રિલથી 2 જુલાઇ, 2021 અને ટ્રેન નંબર 09708 શ્રી ગંગાનગર - બાન્દ્રા ટર્મિનસ ફેસ્ટીવલ સ્પેશિયલના ફેરા 1 એપ્રિલથી 30 જૂન, 2021 સુધી વધારવામાં આવ્યા છે.

ટ્રેન નંબર 02474/02473 બાન્દ્રા ટર્મિનસ - બીકાનેર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક)

ટ્રેન નંબર 02474 બાન્દ્રા ટર્મિનસ - બિકાનેર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરા 6 એપ્રિલથી 29 જૂન, 2021 અને ટ્રેન નંબર 02473 બિકાનેર - બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરા 5 એપ્રિલથી 28 જૂન, 2021 સુધી વધારવામાં આવ્યા છે.

ટ્રેન નંબર 02989, 02490, 04818, 09707 અને 02474 ના વિસ્તૃત ફેરા માટેનું બુકિંગ 30 માર્ચ, 2021 ના ​​રોજ નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત તમામ ટ્રેનો ખાસ ભાડા પર સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. ટ્રેનોની સંરચના, ઑપરેટિંગ સમય, આવર્તન, સ્ટોપેજ અને મુસાફરીના દિવસોની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો