તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:દીકરીની છેડતી કરનારે ધમકી આપતા પિતાએ ફિનાઈલ પીધું, મારી નાંખવાની ધમકીથી મનમાં લાગી આવ્યું

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દીકરી ઘરે એકલી હોવાથી છેડતી કરી હતી

મેઘાણીનગરમાં રહેતા એક પરિવારની સગીરા પરિવારને મદદરૂપ થવા કુબેરનગરમાં રેડીમેડ કપડાની દુકાનમાં નોકરી કરે છે. ગત 22 મીના રોજ સગીરાના માતાપિતા અંબાજી ગયા હોવાથી દીકરીને નોકરીએ જવાની ના પાડી હતી. સગીરા ઘરે એકલી હતી ત્યારે તેનો શેઠ અને અન્ય એક પુરુષ તેના ઘરે આવ્યા હતા અને સગીરાની છેડતી કરી હતી.

આ બાબતે સગીરાના પિતાને ઉપાડ લીધેલા રૂ.20 હજાર પાછા ન આપવા અને ચૂપ રહેવાનું કહ્યું હતું. પરંતુ સગીરાના પિતાએ કાયદેસરની કાર્યવાહી કરવાનું કહેતા બંને આરોપીઓએ ગડદાપાટુનો માર માર્યો હતો. દીકરી સાથે છેડછાડ અને જાનથી મારી નાંખવાની ધમકીની વાત મનમાં લાગી આવતા સગીરાના પિતાએ ફિનાઈલ પીધું હતું. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં તેમણે બે વ્યકિતઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા મેધાણીનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સગીરા સાથે મોડેલિંગ ફોટા પડાવ્યાનો આક્ષેપ
સગીરા ઘરે એકલી હતી ત્યારે આવેલા આરોપીઓએ તેની સાથે મોડેલીંગ સ્ટાઈલમાં ફોટા પડાવ્યા હતા. તેમજ તેના શેઠે તેનો હાથ પકડી ગંદી હરકતો કરીને છેડતી કરી હોવાનો આક્ષેપ સગીરાના પિતાએ મેધાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો