સાસરિયાઓનો શારીરિક ત્રાસ:અમદાવાદમાં સસરા-જેઠ પરિણીતાના જબરદસ્તીથી કપડાં કાઢી છાતી-પેટ પર હાથ ફેરવતા, પતિને વાત કરતા કહ્યું-આવું જ રહેશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધતો અને માર મારતો હતો
  • દહેજ માગી અને મારામારી કરી ત્રાસ આપતા પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

હાલ ઘર કંકાસના અને સાસરિયાઓના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. શહેરમાં આજે(17 ઓક્ટોબર) બે કિસ્સા સામે આવ્યા છે. શહેરના સોલા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ, સસરા, જેઠ જેઠાણી, મોટા સસરા અને સાસુ સામે સોલા પોલીસ સ્ટેશનમાં શારિરીક માનસિક ત્રાસ, બળાત્કાર, છેડતી સહિતની ફરિયાદ કરી છે.

પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ પતિ અને સાસરિયાઓ દહેજની માગણી કરતા હતા. પતિ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધતો અને માર મારતો હતો. સસરા અને જેઠ પતિની ગેરહાજરીમાં બેડરૂમમાં આવીને જબરદસ્તીથી પકડી કપડાં કાઢી છાતી અને પેટના ભાગે હાથ ફેરવીને શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કરતા હતા. આ મામલે પત્નીએ પતિને કહેતા તેણે જવાબ આપ્યો હતો કે આવું જ રહેશે. દહેજ માગી અને મારામારી કરી ત્રાસ આપતા પરિણીતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઈસનપુરમાં પણ પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ
જ્યારે અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પણ પતિ, સાસુ-સસરા અને નણંદ સામે શારીરિક અને માનસિક ત્રાસ અંગેની ફરિયાદ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઓનલાઇન શાદી ડોટકોમ વેબસાઈટ પરથી બંને વચ્ચે ઓળખાણ થયા બાદ તેમણે લગ્ન કર્યા હતા. ત્રણ મહિના બાદ પતિએ પરિણીતાને કહ્યું હતું કે, હું ગોરા વર્ણનો છું અને તું શ્યામ વર્ણની છે.'

પતિ કહેતો ટોયલેટ પણ ન્હાવું પડશે, માતા ઓમશાંતિનો ધર્મ પાળે છે
અવારનવાર આ રીતે સાસરીયાં હેરાન પરેશાન કરતા હતા. સાથે પતિ કહેતો, ઘરમાં મારી માતા અને બહેન ઓમ શાંતિનો ધર્મ પાળે છે જેથી નાહ્યા બાદ જ રસોડામાં જવાનું તેમજ ટોયલેટ ગયા બાદ પણ નહાવાનું એમ કહેતા હતા. પરિણીતાએ, 'બને એટલા નિયમ પાળીશું' કહેતા સાસુ-સસરા તેમજ પતિએ બોલાચાલી કરી હતી.

સવારે 3 વાગે ઉઠીને પતિ માટે ટિફિન બનાવવાનું
પતિ કહેતો, ઘરમાં મારી માતા અને બહેન ઓમ શાંતિનો ધર્મ પાળે છે, જેથી નાહ્યા બાદ જ રસોડામાં જવાનું તેમજ ટોયલેટ ગયા બાદ પણ નહાવાનું. જોકે વહેલા સવારે ત્રણ વાગ્યે પતિને નોકરીએ જવાનું હોય આટલા વહેલા ઉઠીને ટિફિન બનાવવા માટે પહેલા નાહવા જવાનું. આમ અવારનવાર સાસરિયા ઝઘડો કરતા હતા. લગ્નમાં ખર્ચો થઈ જતા દેવું થઈ ગયું હોવાથી પિયરમાંથી પૈસા લાવવાનું કહેતા હતા.

સાસુ-સસરા અને નણંદે, 'અમે ઘરમાં ઓમ શાંતિ ધર્મના નીતિ-નિયમો પાળીએ છીએ જે તારે પણ પાળવા પડશે' તેમ કહ્યું હતું. પરિણીતાએ બને એટલા નિયમ પાળીશું કહેતા સાસુ-સસરા તેમજ પતિએ બોલાચાલી કરી હતી. બાદમાં તે પિયર જતી રહેતા સમાધાન કરીને ઘરે લાવ્યા, બાદમાં ચાર દિવસ બાદ ફરી ઝઘડા થતા બોલાચાલી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...