તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Father And Daughter Traveled To Sonmarg, Leh, Manali On The Same Bike; The Daughter Said Got A Bigger Gift Than A Car, A Bungalow, Gold And Silver

વહાલના દરિયા સાથે હિમાલયની સફર...:એક જ બાઇક પર પિતા-પુત્રીએ સોનમર્ગ, લેહ, મનાલીની સફર કરી; દીકરીએ કહ્યું - ગાડી, બંગલા, સોના-ચાંદી કરતા મોટી ગિફ્ટ મળી

અમદાવાદ24 દિવસ પહેલાલેખક: વિશાલ પાટડિયા
  • કૉપી લિંક
પિતા પ્રકાશભાઈ સાથે પ્રિયલ પટેલની તસવીર - Divya Bhaskar
પિતા પ્રકાશભાઈ સાથે પ્રિયલ પટેલની તસવીર
  • દીકરી છ મહિનામાં પરણીને કાયમ માટે ઓસ્ટ્રેલિયા જતી રહેશે, એટલે પિતા-પુત્રીએ ક્વૉલિટી ટાઇમ ગાળવા 1784 કિમીની બાઇક રાઇડ કરી

અમદાવાદનાં બિઝનેસમેન પ્રકાશ પટેલે છ મહિનામાં પરણી રહેલી દીકરી પ્રિયલને અનોખી ગિફ્ટ આપી છે. લગ્ન બાદ દીકરી ઓસ્ટ્રેલિયા સેેટલ થવાની હોઇ એની સાથે ક્વોલિટી ટાઇમ ગાળવા માટે પ્રકાશભાઇએ બાઇક પર તેની સાથે સોનમર્ગ,લેહ, મનાલીની સફર કરી. 15 દિવસમાં પિતા-પુત્રી 1784 કિમી ફર્યા.

યલે કહ્યું હતું કે ‘આ રાઇડ મારા માટે સૌથી યાદગાર અને અનમોલ પળ બની રહી. મેં બાળપણની જેમ પપ્પાને વળગીને બેસી જવું અને સ્કૂટર પર ઊભું થઇ જવું જેવી પળો પણ માણી. દરેક પિતા-પુત્રીએ સાથે આ રીતે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવો જોઇએ.’

દીકરી સાથે અઢળક વાતો કરવી હતી: પ્રકાશ પટેલ
પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે ‘છ મહિના પછી દીકરીનાં લગ્ન હોઇ મારે તેની સાથે સ્ટ્રોંગ ક્વોલિટી ટાઇમ પસાર કરવો હતો. જો હું મારી પત્ની અને નાની દીકરીને પણ સાથે લઇ જાત તો મારું ફોકસ પ્રિયલને બદલે ફેમિલી થઇ જાત. મેં મારી જિંદગીનાં કેટલાંય રહસ્યો તેની સમક્ષ ખોલ્યા અને સાથે જિંદગીને ટિપ્સ પણ આપી.’

અન્ય સમાચારો પણ છે...