તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસનો ફ્લોપ શો:અમદાવાદમાં કોંગ્રેસના 10 નેતા પણ ભેગા નહીં થતાં ખેડૂત સમર્થન કાર્યક્રમ ફ્લોપ સાબિત થયો

અમદાવાદ4 મહિનો પહેલા
ગાંધી આશ્રમ ખાતે ખેડૂત સમર્થનમાં હલાબોલ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો જોડાવાના હતા. - Divya Bhaskar
ગાંધી આશ્રમ ખાતે ખેડૂત સમર્થનમાં હલાબોલ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો જોડાવાના હતા.
 • સવારે 10 વાગ્યે કાર્યક્રમની જાહેરાત કરાઈ, પણ માંડ સાત લોકો આવ્યા
 • પોલીસે કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં જ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લીધી

હાલ સમગ્ર દેશમાં ખેડૂત અદોલનને ચોમેરથી સમર્થન મળી રહ્યું છે. અનેક રાજ્યના ખેડૂતો અગ્રણી દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થન આપી રહ્યા છે. આજે કોંગ્રેસ દ્વારા પણ ગાંધી આશ્રમ ખાતે ખેડૂતોના સમર્થનમાં કાર્યક્રમ કરવાની જોરશોરથી જાહેરાત કરી હતી, પરંતુ 10 લોકો પણ ભેગા કરી શક્યા નહીં અને હાસ્યાસ્પદ કાર્યક્રમ બની રહ્યો હતો. 7 જેટલા લોકો ગાંધી આશ્રમ પાસે આવ્યા હતા, જેમને ગણતરીની મિનિટોમાં જ પોલીસે પકડીને ડિટેઇન કરી લીધા હતા

ખેડૂત સમર્થન કાર્યક્રમમાં માત્ર 7 લોકો જ ભેગા થયા.
ખેડૂત સમર્થન કાર્યક્રમમાં માત્ર 7 લોકો જ ભેગા થયા.

કોંગ્રેસનો કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં જ પૂરો થઈ ગયો
દિલ્હીમાં ખેડૂતો દ્વારા મોટી સંખ્યામાં વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર કાર્યક્રમમાં સમર્થનમાં અનેક લોકો પોતાના અવોર્ડ પરત કરી રહ્યા છે, ત્યારે અનેક પાર્ટીઓ પણ આ આંદોલનમાં જશ ખાટવા પ્રયત્ન કરી રહ્યા છે. આજે ગાંઘી આશ્રમ ખાતે ખેડૂત સમર્થનમાં હલાબોલ કાર્યક્રમમાં ભેગા થવાનો કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં જ સમાપ્ત થઈ ગયો.
કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં જ સમાપ્ત થઈ ગયો.

સવારે 10 વાગ્યાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવશે એવી વાતો વહેતી થતાં પોલીસકાફલો ખડકી દેવામાં આવ્યો હતો, પરંતુ માંડ એકાદ રળ્યોખાળ્યો કોંગ્રેસી કાર્યકર દેખાયો હતો અને માંડ 7 લોકો ભેગા થયા હતા, જેમને કોઈ કાર્યક્રમ કરે એ પહેલાં જ પોલીસે પકડીને ડિટેઇન કરી લીધા હતા. બીજી તરફ, કોંગ્રેસના કોઈ મોટો નેતા-પ્રવક્તા પણ અહીં દેખાયા ન હતા.

પોલીસે ગણતરીની મિનિટોમાં જ કાર્યકરોની અટકાયત કરી લીધી.
પોલીસે ગણતરીની મિનિટોમાં જ કાર્યકરોની અટકાયત કરી લીધી.

કોંગ્રેસની કાર્યક્રમની જાહેરાતને પગલે પોલીસકાફલો ખડકી દેવાયો
કોંગ્રેસે ખેડૂત આંદોલનને સમર્થન કરીને અમદાવાદમાં કલેક્ટરને આવેદન આપવાની જાહેરાત કરતાં જ મોટી સંખ્યામાં કાર્યકરો આવશે એવી વાતો વહેતી થતાં જ કલેક્ટર કચેરી પાસે તથા શહેરમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, પરંતુ કાર્યક્રમમાં માત્ર 7 લોકો જ આવતાં પોલીસે ગણતરીની મિનિટોમાં જ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો