પ્રધાનમંત્રી જીવન વીમા યોજના:જે વ્યક્તિના ખાતામાંથી વર્ષે રૂ.330 કપાતા હશે તેમના પરિવારજનો બેન્કમાંથી 2 લાખ રૂપિયાનો ક્લેઈમ મેળવી શકશે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • 18થી 50 વર્ષના વ્યક્તિને પ્રધાનમંત્રી જીવન વીમાનો લાભ મળે છે
  • પરિવારજનો બેન્કમાં જઈ ફોર્મ ભરી બે લાખ રૂપિયાનો ક્લેઈમ મેળવી શકે છે

લ્લા બે વર્ષથી કોરોના મહામારીએ અનેક લોકોની રોજગારી છીનવી લીધી છે. સાથે જ વાઈરસના કારણે પરિવારના મોભીનું મોત થતા અનેક પરિવારને પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે જે લોકોએ પ્રધાનમંત્રી જીવન વીમાનું ફોર્મ ભર્યું હશે અને તેમના એકાઉન્ટમાંથી વર્ષે 330 રૂપિયાનું પ્રિમિયમ કપાતું હશે તેમના પરિવારજનો બેન્કમાં જઈને 2 લાખ રૂપિયાનો ફ્લેઈમ મેળવી શકે છે.

આ યોજનામાં દર વર્ષે રૂ. 330નું પ્રીમિયમ કપાય છે
18થી 50 વર્ષના વ્યક્તિને પ્રધાનમંત્રી જીવન વીમાનો લાભ મળે છે. વ્યક્તિ 55 વર્ષ પૂર્ણ કર્યા પહેલાં યોજનામાં જોડાયેલ લોકોને વાર્ષિક પ્રિમિયમ ભરવાના કારણે 55 વર્ષની ઉંમર સુધી વીમા રક્ષણ મળે છે. એટલે કે કોરોનામાં જીવ ગુમાવનારા 18થી 50 વર્ષની વય જૂથની વ્યક્તિઓના બૅન્ક એકાઉન્ટમાંથી જો દર વર્ષે રૂપિયા 330નું પ્રીમિયમને કપાયું હોય તો તેમના સ્વજનો જે બેન્ક ખાતામાંથી પૈસા કપાયા હોય તે બેન્કમાં રૂપિયા 2 લાખનો વીમા ક્લેઈમ મેળવવા માટે ફોર્મ ભરીને રૂપિયા મેળવી શકે છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

મોટાભાગના લોકો આ યોજના વિશે ભૂલી ગયા
આ યોજના સાથે જોડાયેલા વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમના પરિવારજનો 2 લાખના ક્લેઈમ માટે 30 દિવસની અંદર આ ફોર્મ ભરી શકે છે. હાલમાં સ્થિતિમાં મોટાભાગના લોકો આ યોજના વિશે ભૂલી ગયા છે. સાથે જ કેટલાક પરિવારને એ પણ જાણ નથી હોતી કે તેઓના સ્વજનના એકાઉંટમાંથી આ યોજના હેઠળ વર્ષે 330 રૂપિયા કપાય છે. જેના કારણે અનેક લોકો 2 લાખ રૂપિયા માટે ફ્લેઈમ પણ મૂકતા નથી અને એ વાતને ઘણો લાંબો સમય વિતી જાય છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

સહકારી બૅન્કોએ આ યોજના હેઠળ અનેક ક્લેઈમ મૂકાયા
પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હવે જો પરિવાજનોને ક્લેઈમ કરવામાં મોડું થાય તો પણ કોઈ એક્ટ્રા ચાર્જ લેવામાં આવતો નથી. તેઓએ બેન્ક શાખા પર જઈ અરજી કરી શકે છે. સાથે જ ઘણી સહકારી બૅન્કોએ આ યોજના હેઠળ અનેક ક્લેઈમ મૂકાયા છે. તેમણે આ ક્લેઈમ મંજૂર પણ કર્યા હોવાનું અમદાવાદ જિલ્લા સહકારી બૅન્કના સૂત્રોનું કહેવું છે. બેંક દ્વારા મહિનાની છેલ્લી તારીખે યોજના સાથે જોડાયેલા તમામ ખાતેદારોને મેસેજ કરી પ્રીમિયમ ભરવું છે કે નહીં તે માટે મંજૂરી માંગે છે.

અન્ય સમાચારો પણ છે...