તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એર હોસ્ટેસ રેપ કેસ:અમદાવાદમાં દુષ્કર્મ કેસમાં ઝડપાયેલા આરોપીની માતાના ઘરે પહોંચી નકલી IB અધિકારી કહ્યું, 'દોઢ લાખ આપો તો તમારા પુત્રને કંઈ નહીં થાય'

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • બોગસ આઈબી ઓફિસર FIRની જગ્યાએ FRI બોલતા પરિવારને શંકા ગઈ હતી
  • આરોપીની માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં એરહોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીએ તેના ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં બોગસ આઈબી અધિકારી બનીને એક ભેજાબજે આરોપીની માતા પાસે જઈને કહ્યું, તમારા દીકરાને કઈ નહિ થાય દોઢ લાખ રૂપિયા આપવા પડશે.પણ અધિકારી બનીને આવેલા બોગસ વ્યક્તિને એફઆઈઆર પણ બોલતા નતું આવડતું અને પરિવારને શંકા જતા અસલી પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે આ બોગસ વ્યક્તિની ધરપકડ કરી છે.

પહેલા 15 હજાર પડ્યા બાદ દોઢ લાખની માંગ કરી
બળાત્કારના કેસમાં આરોપીની માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે, તેના ત્યાં એક વ્યક્તિ આઈબીનો અધિકારી બનીને પુત્રને બચાવી લેશે કહીને રૂપિયાની માગણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી બે મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જે યુવતી સાથે વાતચીત બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે બન્ને વચ્ચે ત્રણેક વખત શારીરિક સંબંધ પણ બંધાયો હતો. બાદમાં યુવતી ફરિયાદીના પુત્રને હેરાન કરતી હોવાથી ફરિયાદીએ તેને હેરાનના કરવા માટે કહ્યું હતું. જોકે આ દરમિયાન રાજભા નામનો એક વ્યક્તિ તેમના ઘરે આવ્યો હતો. જે આઇબીમાં ઓફિસર હોવાની ઓળખ આપી હતી. આ સાથે ફરિયાદીના દીકરાની સામે યુવતી ફરિયાદ કરવાનું કહે છે, પરંતુ હું ફરિયાદ નહીં થવા દઉં તેમ કહીને રૂપિયા 15 હજાર પડાવી ગયો હતો.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

કેવી રીતે પકડાયો નકલી IB અધિકારી?
યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવ્યા બાદ આ શખ્સ ફરી તેમના ઘરે આવ્યો હતો. તમારા દીકરાને પોલીસ તરફથી કોઇ તકલીફ નહીં પડવા દઉં તેને રૂપિયા દોઢ લાખની માગણી કરી હતી. જોકે આરોપી રાજભા વારંવાર એફ.આઇ.આરના બદલે એફઆરઆઈ બોલતો હોવાથી ફરિયાદીના જેઠ આ બનાવટી આઇબી ઓફિસર હોવાની શંકા ગઈ હતી.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

​​​​​​​આઈકાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો
તેમણે આ રાજભા પાસે આઇકાર્ડ માંગ્યું હતું. પરંતુ આઇકાર્ડ બતાવ્યું ન હતું. અને પોતાના હોદ્દા વિશે પણ યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. આરોપીએ પોતાનું નામ રાજવીર સિંહ ઝાલા અને પોતે નરોડાનો રહેવાસી હોવાનુ કહ્યું હતું. જે અંગે પોલીસે જાણ કરતા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે. આ પ્રકરણમાં પોલીસે બોગસ આઈ બી અધિકારીની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...