કોરોના કાળમાં ટ્રેનોમાં બંધ કરાયેલી જનરલ ટિકિટની સુવિધા રેલવે વિભાગના આદેશના દોઢેક માસ બાદ ટ્રેનોમાં તબક્કાવાર શરૂ કરવા જાહેરાત કરાઈ છે, જેમાં પ્રથમ તબક્કામાં અમદાવાદથી પસાર થતી ટ્રેન રિવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ અને જબલપુર-સોમનાથ એક્સપ્રેસમાં તત્કાળ અસરથી સેકન્ડ ક્લાસ જનરલ ટિકિટની સુવિધા શરૂ કરાઈ છે.
આ બંને ટ્રેન સિવાય હાવરા-ગાંધીધામ એક્સપ્રેસમાં 4 જુલાઈથી, આસનસોલ-ભાવનગર એક્સપ્રેસમાં 7 જુલાઈથી, કોલકાતા-અમદાવાદ એક્સ.માં 2 જુલાઈથી, આસનસોલ-અમદાવાદ એક્સ.માં 2 જુલાઈથી, અઝીમાબાદ એક્સ.માં 1 જુલાઈથી, જનસાધારણ એક્સ.માં 29 જૂનથી, સાબરમતી એક્સ.માં 9 જુલાઈથી, બરૌની-અમદાવાદ એક્સ.માં 7 જુલાઈથી, પટના-અમદાવાદ એક્સ.માં 12 જુલાઈ, પોરબંદર એક્સ.માં 10 જુલાઈ, હાવરા-અમદાવાદ સુપરફાસ્ટ એક્સ.માં 3 જુલાઈ, શાલીમાર-ઓખા સુપરફાસ્ટમાં 12 જુલાઈ, શાલીમાર-પોરબંદર એક્સ.માં 8 જુલાઈથી, સાબરમતી એક્સ.માં 9 જુલાઈથી જનરલ ટિકિટ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.