તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલેન્ટાઇન્સ ડેની તૈયારી:પૂર્વ રાત્રિથી ડચ રોઝ પુણેથી અમદાવાદમાં લાવવા માટે કવાયત શરૂ થાય છે

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
આ છે જમાલપુરનું ફૂલ બજાર જે વહેલી પરોઢે 4 વાગ્યાથી જ ધમધમે છે. અહીં 40 જેટલા સ્ટોલ છે જેમાં વિવિધ જાતના ફૂલો મળે છે. આ ફૂલો પુણે, ધોળકા, ખેડા અને આણંદ સહિતના વિસ્તારોમાંથી આવે છે. - Divya Bhaskar
આ છે જમાલપુરનું ફૂલ બજાર જે વહેલી પરોઢે 4 વાગ્યાથી જ ધમધમે છે. અહીં 40 જેટલા સ્ટોલ છે જેમાં વિવિધ જાતના ફૂલો મળે છે. આ ફૂલો પુણે, ધોળકા, ખેડા અને આણંદ સહિતના વિસ્તારોમાંથી આવે છે.
 • સામાન્ય દિવસોમાં ડચ રોઝની ડિમાન્ડ 250 બંડલ હોય છે, જે વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે 1000 બંડલ પહોંચી ગઈ

અમદાવાદના યંગસ્ટર્સ વેલેન્ટાઈન્સ ડેના દિવસે જે રેડ રોઝ એકબીજાને આપે છે તે રોઝ અમદાવાદથી 660 કિમી. દૂર પુણેથી આવે છે. રાત્રે જમાલપુર ફૂલ બજારમાં આ રોઝ આવે પછી વહેલી સવારે વેપારીઓ વિવિધ વિસ્તારોમાં વેચવા માટે લઈ જાય છે. આવતીકાલે વેલેન્ટાઈન્સ ડે છે ત્યારે માર્કેટમાં ડચ રોઝની ડિમાન્ડ વધી ગઈ છે. 20 નંગના એક બંડલના ભાવ જે 100થી 150 હતાં તે હવે 350એ પહોંચ્યા છે. સામાન્ય દિવસોમાં ડચ રોઝની ડિમાન્ડ રોજના અઢીસો બંડલથી વેલેન્ટાઈન્સ ડેને લઇને 1 હજાર બંડલ સુધીની થઈ ગઇ છે.

રાેઝ વેચતા કેટલાંક વેપારી જાણતા પણ નથી હોતાં કે વેલેન્ટાઇન્સ ડે છે
શહેરીજનોને ડચ કે ભગવાનને ચઢાવાતાં દેશી ગુલાબ સવારથી જ મળે તે માટે આખી રાતથી કવાયત શરૂ થઈ જાય છે અને વહેલી પરોઢે કડકડતી ઠંડીમાં માર્કેટમાં ફૂલો આવવા લાગે છે. કેટલાક વેપારીઓને વેલેન્ટાઈન ડેની જાણકારી પણ હોતી નથી. જમાલપુર ફૂલ બજારમાં ડચ રોઝની માંગ 250થી 300 બંડલોની હોય છે જે વેલેન્ટાઈન ડે નજીક આવતાં જ 1 હજાર સુધીની થઈ જાય છે. -રિઝવાન અરબ, વેપારી, ફૂલ બજાર

ગુલાબ વેચવા જગ્યા પણ નથી મળતી
ફૂલ બજારની બહાર અમારા જેવા 200 જેટલા પાથરણાવાળાઓ હોય છે. જેઓ ઓઢવ, વટવા, કૃષ્ણનગર, જમાલપુરથી અહીં ફૂલ વેચવા આવે છે. અમારા દેશી ગુલાબ ભગવાનને ચઢે છે પણ વાસ્તવિકતા એ છે કે હજુ અમને જગ્યા જ નથી મળતી. દબાણખાતાની ગાડી રોડ આવે છે અને અમને અહીંથી ઊભા કરે છે. -ડિમ્પલ શ્રીમાળી, પાથરણાવાળા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો