તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરમજનક:અમદાવાદમાં પૂર્વ પતિએ યુવતીને બદનામ કરવા મિત્ર સાથેના અંગત ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધાં

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મિત્રએ ફોન કરીને જાણ કરતા ફેસબુક પર પોતાના અંગત ફોટો જોઈને યુવતી ડઘાઈ ગઈ
  • સાયબર પોલીસે તપાસ કરતા પૂર્વ પતિએ ફેક આઈડી બનાવી ફોટો અપલોડ કર્યાનું સામે આવ્યું

શહેરના સરખેજ વિસ્તારમાં ફતેહવાડીમાં રહેતી યુવતીને બદનામ કરવા માટે તેના પૂર્વ પતિએ ફેસબુક પર ફેક આઈડી બનાવી યુવતી અને તેના મિત્રના અંગત ફોટા મેળવી ફેસબુક પર શેર કર્યા હતા. યુવતીને જાણ થતા તેણે આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં તેના પૂર્વ પતિના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

મિત્ર સાથેના ફોટો સોશિયલ મીડિયામાં જોઈ યુવતી ડઘાઈ
સરખેજના ફતેહવાડી પાસે આવેલ એક સોસાયટીમાં રહેતી 25 વર્ષીય યુવતી ઘરે હાજર હતી ત્યારે તેના મિત્રનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતુ કે, ફેસબુક પર કોઈ અજાણ્યા આઈડી ધારકે તારા અને તારા મિત્રના અંગત ફોટા અપલોડ કર્યા છે. જેથી યુવતીએ તેના મિત્રના ફેસબુકમાંથી તપાસ કરતા તેના મિત્ર અને તેના અંગત ફોટા જાણ બહાર કોઈ અજાણ્યા શખ્સે ફેસબુક પર શેર કર્યા હોવાનું માલુમ પડ્યું. જેથી યુવતીએ સાયબર ક્રાઈમમાં અરજી કરી હતી.

પૂર્વ પતિ જ નીકળ્યો આરોપી
જો કે પોલીસે ટેકનિકલ એનાલિસીસ કરતા જાણવા મળ્યું હતુ કે, યુવતીના પહેલા પતિ ઈમરાનખાન પઠાણ (રહે.વટવા)એ સંજય પટેલ નામની એક ફેક આઈડી બનાવી હતી. ત્યારબાદ ગમે તે રીતે પૂર્વ પત્ની અને તેના મિત્રના અંગત પળોના ફોટા મેળવી લીધા હતા. ત્યારબાદ તે ફોટાને ફેસબુક આઈડી પર શેર કર્યા હતા અને પૂર્વ પત્નીને બદનામ કરવાની કોશિશ કરી હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા માટેની તજવીજ હાથધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો