ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને 12નું મૂલ્યાંકન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મૂલ્યાંકન સતત કરવામાં આવશે, જેથી પરિણામ જલ્દી જાહેર કરી શકાય. પરંતુ 18 એપ્રિલે 12 સાયન્સના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા છે. જેથી મધ્યસ્થ મૂલ્યાંકન કામગીરી ચાલુ હોય તો અને તે કેન્દ્રમાં પરીક્ષા હોય તો એક દિવસ મધ્યસ્થ મૂલ્યાંકનમાં રજા રાખવાની રહેશે.
એક દિવસ 24મીએ રજા રાખવી પડશે
ગુજકેટની પરીક્ષા બાદ 24 એપ્રિલે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હોવાથી જે સ્કૂલના બિલ્ડિંગમાં પરીક્ષા માટેના કેન્દ્ર હશે અને મૂલ્યાંકન કામગીરી ચાલી રહી હશે, તો મધ્યસ્થ મૂલ્યાંકન કામગીરી કરનારને એક દિવસની રજા રાખવાની રહેશે. જે કેન્દ્રમાં પરીક્ષા સિવાય અન્ય બિલ્ડિંગ ઉપલબ્ધ હોય તે ગુજકેટની પરીક્ષાને દિવસે મૂલ્યાંકન પ્રકિયા ચાલુ રાખી શકશે.
હાલ રાજ્યમાં 370થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર મૂલ્યાંકન કામગીરી
ગુજરાતના 370થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાની લાખો ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી શરૂ થઈ છે. પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મૂલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપ્યા બાદ સરકારની સમજાવટથી તમામ સંઘોએ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.