તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Entire Government Of Gujarat Reached The Statue Of Unity, A Vacuum Was Created In The Secretariat, The Movement Of Officers And Workers Decreased

સરકારનું 'સરનામું 'કેવડિયા:ગુજરાતની આખી સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી, સચિવાયલમાં શૂન્યાવકાશ સર્જાયો, અધિકારીઓ અને કાર્યકરોની ચહલ પહલ ઘટી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપની કારોબારીમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ પહોંચ્યા - Divya Bhaskar
ભાજપની કારોબારીમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ પહોંચ્યા
  • ભાજપની પ્રદેશ કારોબારીને કારણે સચિવાલયનું મોટાભાગનું કામ ઠપ્પ થઈ ગયું.

ગુજરાતની રૂપાણી સરકારના તમામ મંત્રીઓ કેવડિયા ખાતેની ભાજપની પ્રદેશ કારોબારીમાં ભાગ લેવા પહોંચી ગયા છે. તયારે ગાંધીનગર સચિવાલય સુમસામ થઈ ગયું છે. મંત્રીઓ વિનાના સચિવાલયમાં અધિકારીઓ અને કાર્યકરોની ચહલ પહલ પણ એકદમ ઘટી ગઈ છે. જન્માષ્ટમીના મિની-વેકેશન દરમિયાન સચિવાલયમાં પણ વેકેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. હવે કેવડિયા ખાતે ભાજપની પ્રદેશ કારોબારી 1 સેપ્ટમ્બર થી શરૂ થઈ હોવાથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના તમામ સભ્યો કેવડિયા પહોંચી ગયા છે. પરિણામે સચિવાલયનું મોટાભાગનું કામ ઠપ્પ થઈ ગયું છે. જેના કારણે મંત્રીઓની ઓફિસથી લઈને સચિવાલય સુમસામ બની ગઈ છે.

વહીવટી કામગીરીમાં ધીમી ગતિ જોવા મળી રહી છે
બીજી તરફ મંત્રીઓની અનુપસ્થિતિના કારણે વિધાનસભા સત્રના જવાબોની ફાઈલોથી માંડીને વહીવટી વિભાગની ફાઇલો તેમજ મોટા ભાગના નીતિ વિષયક નિર્ણયો પણ અટવાઈ પડ્યા છે. ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બેઠક ત્રણ દિવસ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મળી રહી છે. જેના કારણે હાલ સચિવાલયમાં સન્નાટો છવાઇ ગયો છે. જેની સીધી અસર વહીવટીતંત્રમાં જોવા મળી રહી છે. જોકે મંત્રીઓની ગેરહાજરીની સાથે સાથે અલગ અલગ વિભાગોમાં પણ વહીવટી કામગીરીમાં ધીમી ગતિ જોવા મળી રહી છે.

સચિવાલયમાં અધિકારીઓ અને કાર્યકરોની ચહલ પહલ ઘટી ( ફાઈલ ફોટો)
સચિવાલયમાં અધિકારીઓ અને કાર્યકરોની ચહલ પહલ ઘટી ( ફાઈલ ફોટો)

ગાંધીનગરમાં રાજકીય શૂન્યાવકાશ સર્જાયો
કેવડિયા ખાતેની ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બેઠક શરૂ થવાના કારણે ગાંધીનગરમાં રાજકીય શૂન્યાવકાશ સર્જાયો છે. સમગ્ર રાજકીય ગતિવિધિ કેવડિયા ખાતે કેન્દ્રિત થતા વહિવટી વિભાગ માટે કરવામાં આવતા મોટાભાગના નિર્ણયો અટવાઈ જવા પામ્યા છે. નોંધનિય છેકે આમ તો છેલ્લા એક મહિનાથી એટલે કે લોકડાઉન હળવું કર્યા બાદ ધારાસભ્યો અને સાંસદોની સચિવાલયમાં થતી અવરજવર પાંખી જોવા મળી રહી છે.એટલું જ નહીં લાંબા સમયથી મંત્રીઓની મુલાકાત અને તેમને રજુઆત અંગે મળવા માટેના મુલાકાતી પાસની બારી બંધ હોવાના કારણે રાજ્યના અરજદારો કે મુલાકાતીઓ પણ ઓછા થયા છે.

સરકારના તમામ મંત્રીઓ ભાજપની કારોબારીમાં કેવડિયા પહોંચ્યા છે
સરકારના તમામ મંત્રીઓ ભાજપની કારોબારીમાં કેવડિયા પહોંચ્યા છે

કેવડિયા ખાતે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક ચાલુ
ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા ટેન્ટ સિટી-2માં ચાલી રહી છે. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈ કાલે સવારે કેવડિયા પહોંચ્યા હતા અને તેમણે ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. કારોબારી બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં આતંકવાદ નથી એ પીએમ મોદીને આભારી છે. થોડા સમયમાં હથિયાર ઉત્પાદનમાં પણ ભારત અગ્રેસર હશે. બે વર્ષમાં ભારતે 17 હજાર કરોડની નિકાસ કરી છે અને વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે.

અન્ય સમાચારો પણ છે...