અમદાવાદ ક્રાઈમ ન્યુઝ:ચૂંટણી પંચ એક્શનમાં આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં દારૂના જથ્થો પકડ્યો

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ગુજરાતમાં ચૂંટણી સમયે ચૂંટણી પંચમાં અનેક કાનૂની ગેરકાનૂની ફરિયાદો આવતી હોય છે. આ વખતે ચૂંટણી પંચે સ્થાનિક પોલીસને રજૂઆત કર્યા બાદ પણ એક્શનમાં આવતા પહેલા ચૂંટણી પંચે વિજિલન્સને જાણ કરી હતી અને હવે અન્ય એજન્સી રેડ કરે તે પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ શહેરમાં રેડ કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાખો રૂપિયાનો દારૂ પકડ્યો હોવાની વિગત સામે આવી રહી છે.

દારુ, બે કાર મળી કુલ 7.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અમદાવાદ શહેરના સરદારનગર સિંધી ચિકનની સામે ખુલ્લી જગ્યા પર હોન્ડા સીટી કારમાં દારુ કટીંગ થતું હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચને મળી હતી. માહિતી આધારે ક્રાઇમ બ્રાંચે રેડ કરી હતી અને હોન્ડા સીટી કાર, વેગનઆર કારમાં રાખેલો દારુનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે દારુ, બે કાર, મોબાઇલ મળી કુલ 7.70 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.

ક્રાઇમ બ્રાંચે 140 લીટર દેશી દારુ પકડી પાડ્યો
પોલીસે દિલીપ ઉર્ફે દીપુ મનુભાઇ ચંદુમલ જેઠવાણી( રહે. સરદારનગર ) અને મુકેશ ઉર્ફે મુકુ આસુદોમલ રુપચંદ મોરંદાણી (રહે. સરદારનગર)ને પકડી પાડ્યા હતા. દારુ મંગાવનાર કમલેશ ઉર્ફે જીમી ગીરધારીલાલ નાવાણી(રહે. સરદારનગર)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. બીજી તરફ અસારવા ઠાકોરવાસ પાસે દેશી દારુના જથ્થાનું કટીંગ થઇ રહ્યું હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચે રેડ કરી 140 લીટર દેશી દારુ પકડી પાડ્યો હતો.

પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા
આમ દેશી દારુ છારાનગરથી લાવનાર દિનેશ પ્રહેલાદ રાઠોડ પકડાયો હતો. દેશી દારુના અડ્ડા ચલાવનાર કૌશીક રાઠોડ, ધવલ રાઠોડ, પ્રેમ રાઠોડ, સુનિલ ઉર્ફે સકિલ રાજપુત અને હરેશ છારાને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...