તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Education Department Is Busy With The Mass Promotion Of Standard 10, The Government Is Confused About The Decision Regarding The Standard 12 Examination.

શું થશે પરીક્ષાનું?:શિક્ષણ વિભાગ 10મા ધોરણના માસ પ્રમોશનમાં વ્યસ્ત, સરકાર ધોરણ 12ની પરીક્ષા અંગેના નિર્ણયને લઈને મૂંઝવણમાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • ધોરણ 12ની પરીક્ષા માટે હજુ બેઠક મળી નથી, વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા

કોરોનાને કારણે ધોરણ 10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે ધોરણ 12ની પરીક્ષા રદ કરવા કોઈ વિચારણા નથી. ધોરણ 12માં પરીક્ષા અંગે પણ હજુ કોઈ નિર્ણય લઇ શકાયો નથી. શિક્ષણ વિભાગ હજુ ધોરણ 10ના માસ પ્રમોશન બાદ ક્યાં પ્રકારે એડમિશન પ્રક્રિયા કરવી, માર્કશીટ કઈ રીતે તૈયાર કરવી એ બાબતોમાં વ્યસ્ત છે, ત્યારે ધોરણ 12ની પરીક્ષા અંગે સરકાર નિર્ણય કરશે.

સરકાર ધો.12માં માસ પ્રમોશન આપવા તૈયાર નથી
રાજ્યમાં ધોરણ 12માં સાયન્સ/કોમર્સ/આર્ટ્સ એમ અલગ અલગ ક્ષેત્રમાં અભ્યાસ કરતા 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. તમામની પરીક્ષા અંગે નિર્ણય લેવાયો નથી. સરકાર પરીક્ષા રદ કરવા કે માસ પ્રમોશન આપવાના મૂળમાં નથી. પરીક્ષા ફરજિયાત યોજાશે પરંતુ ક્યારે યોજાશે એ અંગે હજુ સુધી સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેને કારણે વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે. બીજી લહેરમાં અનેક યુવા અને નાની વયનાં બાળકો પણ કોરોનાથી સંક્રમિત થયાં હતાં, જેને કારણે વાલીઓમાં પણ ચિંતા છે કે ઓફલાઈન પરીક્ષા યોજાય તો કેવી રીતે યોજાશે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

ધો.12 માટે શું કરવું? સરકાર મૂંઝવણમાં
વધતા કેસને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવામાં આવ્યું, પરંતુ ધોરણ 12 માટે શું કરવું એ અંગે સરકાર પણ મૂંઝવણમાં મુકાઇ છે. શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર શિક્ષણ વિભાગ અત્યારે ધોરણ 10ને અપાયેલા માસ પ્રમોશન બાદ હવે શું કરવું એની અવઢવમાં છે. 10મા ધોરણમાં માસ પ્રમોશન આપી દીધું, પરંતુ હવે 11મા ધોરણમાં પ્રવેશ કેમનો આપવો અને પરિણામ કઈ રીતે આપવું એ અંગે વિચારણા ચાલી રહી છે. ધોરણ 12 અંગે શિક્ષણ વિભાગે કોઈ વિચારણા કરી નથી. પરીક્ષા લેવા માટે કોઈ બેઠક પણ મળી નથી અને કોઈ કમિટી પણ બનાવાઈ નથી. ધોરણ 12ની પરીક્ષા ક્યારે અને કઈ રીતે યોજવી એ અંગે નિર્ણય સરકાર જ કરશે.

કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓની પરીક્ષા માટે શું વ્યવસ્થા?
ધોરણ 12ની પરીક્ષા લેવી હોય તો વિદ્યાર્થીઓને 2 અઠવાડિયાં અગાઉ જાણન કરવી જોઈએ, જેથી તેઓ યોગ્ય તૈયારી કરી શકે. અત્યારે શિક્ષણ વિભાગ કે સરકારની કોઈ બેઠક પરીક્ષાને લઈને મળતી નથી ત્યારે હજુ પણ અઠવાડિયામાં કોઈ નિર્ણય લેવાય એવી શક્યતા લગતી નથી અને જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં નિર્ણય લેવાય તો એ બાદ 15 દિવસ જેટલો સમય આપવો પડે. જૂનના બીજા અઠવાડિયા બાદ ચોમાસું પણ શરૂ થશે. વરસાદ શરૂ થાય અને પરીક્ષાનું આયોજન થાય તો નાનાં ગામડાંના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર કઈ રીતે પહોંચી શકશે અને અન્ય મુશ્કેલી ઊભી થઇ શકે છે. જે વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત હોય અથવા ક્વોરન્ટીન હોય તો તેમનું શું અથવા કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાંથી પરીક્ષા આપવા વિદ્યાર્થી આવી શકે છે, એ તમામ બાબતોને લઈને સવાલ છે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

વાલીઓમાં બાળકોના સંક્રમિત થવાની ચિંતા
ધોરણ 12ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. પરીક્ષા કઈ રીતે યોજાશે, MCQ પદ્ધતિ કે પછી અન્ય પદ્ધતિથી પરીક્ષા યોજાશે એ અંગે સવાલ છે. વાલીઓમાં પણ હાલ ચાલી રહેલી મહામારીની વચ્ચે પરીક્ષા યોજાય તો પોતાનાં બાળકો સંક્રમિત ના થાય એને લઈને પણ ચિંતા છે. ખાનગી ટ્યૂશન કલાસીસના શિક્ષકોએ પણ હવે ભણાવવાનું શરૂ કર્યું છે, પરંતુ ઓનલાઇનન અભ્યાસમાં વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. આમ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો પણ અસમંજસમાં મુકાયા છે.

જે પણ નિર્ણય હશે એ સૌના હિતમાં હશે
શાળા સંચાલક મંડળના જણાવ્યા અનુસાર, આ પ્રકારની મહામારીમાં પરીક્ષા યોજવા અમે શિક્ષણ વિભાગને વિકલ્પ આપ્યા છે. શિક્ષણ વિભાગ કે સરકાર જ્યારે પણ કોઈ નવો નિર્ણય કરે છે ત્યારે સ્કૂલના સંચાલક. વાલી મંડળ, શિક્ષકોની સહમતી મેળવતા નથી, માત્ર શિક્ષણ વિભાગના ચાલુ અધિકારી અને નિવૃત્ત થયેલા અધિકારીઓના અભિપ્રાય મેળવીને નિર્ણય કરે છે. તમામની સહમતી અથવા સાથે રાખીને નિર્ણય કરવામાં આવે તો તે સૌના હિતમાં હશે.